News of Tuesday, 21st May 2024
કલેકટર કચેરી સહિત તમામ સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકયો

રાજકોટ તા.૨૧: ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસી અને વિદેશમંત્રી હુસૈન આમરી અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. આ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આજ રોજ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ ગુજરાત રાજયમાં પણ એક દિવસનો રાજયવ્યાપી શોક મનાવાયો છે, જે અંતર્ગત કલેકટર કચેરી સહિત તમામ સરકારી કચેરીઓ તેમજ અન્ય ઇમારતોમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ આજે ફરકાવવામાં આવ્યો હતો. તેમજ કોઇ જાહેર કાર્યક્રમો યોજવામાં નહીં આવે, તેમ નિવાસી અધિક કલેકટરે ઉમેર્યુ છે
(3:55 PM IST)










