News of Tuesday, 21st May 2024
રાજકોટની એઇમ્સની મહત્વની સફળતાઃ ૧૦૭ વર્ષના સમજુબેનની સાથળના હાડકાની સફળ સર્જરીઃ સમજૂબા ખુશખુશાલ
એઇમ્સના ડોકટર - અક્ષત ગુપ્તા, ડો.રિષિત, ડો. કિર્તી ચૌધરી - ડો. સુમીત બંસલ દ્વારા તમામ સારવાર અપાઇ

રાજકોટ તા.ર૧ : રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાંથી સારવાર લીધા બાદ ૧૦૭ વર્ષના બા ખુશખુશાલ જણાયા હતા. એઇમ્સના ડોકટર સુત્રોના કહેવા મુજબ ૧૦૭ વર્ષની ઉંમર ધરાવતા સમજુબેનની સર્જરીમાં ભારે સફળતા સાંપડી હતી.
સાધનોએ જણાવેલ કે ૧૦૭ વર્ષની ઉંમર ધરાવતા સમજુબેન જાદવજીભાઇ પંચાસરા રહે. ઉદ્યોગનગર મવડી ચોકડી રાજકોટ ઘરમાં જ પડી જવાથી સાથળના ભાગે થયેલ ઇજાના કારણે હાડકુ તુટી ગયેલ હતુ. પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર ઓપરેશનમાં રિસ્ક જેવું છે. જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલ પર ભરોસો કર્યો હતો.
પરિણામે એઇમ્સ હોસિપટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા મેજર ઓપરેશન સફળતા અપાવી હતી. પરિવાર દ્વારા જણાવાયુંહ તું કે બા ને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર સતત ર૪ કલાક મોનીટરીંગ કરી પુરી પાડવામાં આવી હતી.
એઇમ્સ હોસ્પિટલ ઓર્થોપેડીક વિભાગના ઓપરેશન સર્જન ડો.અક્ષત ગુપ્તા, આસિસ્ટન્ટ સર્જન ડો. રિષિત. અનેશસ્થેટિક ડો. કિર્તી ચૌધરી અને ડો. સુમિત બંસલ તથા સિનિયર નર્સિગ ઓફિસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સખત ખડેપગે રહીને દર્દીને તમામ સુવિધાઓ અપાવી હતી.
(4:07 PM IST)










