News of Tuesday, 21st May 2024
જંકશન રોડ ઉપરના ટ્રાફિક ડાયવર્ટ કરવા બાબતે સંજયભાઇ વ્યાસનું સુચન

રાજકોટ તા. ર૧: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલિસ અધિકારીને એડવોકેટ સંજય વ્યાસે પત્ર પાઠવીને જામનગર રોડ સાંઢિયા પુલ બાબતે જણાવેલ છે કે, રાજકોટ રેલવે સ્ટેશન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ કરવાનું જાહેરનામું બહાર પડેલ છે. પરંતુ તે પહેલાં તે રોડ ઉપર પોસ્ટ ઓફિસથી કોઠી કમ્પાઉન્ડના દરવાજા સુધી રોડની વચ્ચે બંને બાજુ ગેરકાયદેસર રીતે શાક વેચવાવાળા લોકોનો ત્રાસ અત્યારે પણ ટ્રાફિક જામ અને અકસ્માત કરાવે છે ત્યારે હેવી ટ્રાફિક ડાયવર્ટ થશે ત્યારે શું થશે.
૧૦૦ નંબર ઉપર ફોન કરવા છતાં હાલમાં ટ્રાફિક જામ દુર થતો નથી તેમજ સવારે અને સાંજના સમયે પોલીસ અધિકારી સાદા ડ્રેસમાં ટુ વ્હીલર ઉપર નીકળે તો ખબર પડે શાકભાજી વાળાને કાંઇ કહો તો ગાળાગાળી ઉપર ઉતરી જતા હોય છે બંને બાજુ દબાણ હટાવવાવાળું કોઇ છે જ નહીં.
આ અંગે તાત્કાલિક જવાબદાર અધિકારીઓએ યોગ્ય કાર્યવાહી કરી રોડ ઉપરનું દબાણ કાયમી દુર કરવું જોઇએ તેમ બાર એસો.ના પુર્વ પ્રમુખ સંજયભાઇ વ્યાસે જણાવેલ છે.
(3:59 PM IST)










