News of Tuesday, 21st May 2024
રાજકોટમાં ૧૧૫૩ મકાનો ભયગ્રસ્ત : મ.ન.પા. દ્વારા ફરી નોટીસ
ચોમાસામાં જોખમ ન્યુ રાજકોટમાં ૧૪૩, મધ્ય અને જુના રાજકોટમાં ૨૬૦ તથા સૌથી વધુ સામાકાંઠે ૭૫૦ મળી કુલ ૧૧૫૩ મકાનો જર્જરીત હોઇ તમામને નોટીસો ફટકારાઇ : મકાન ધણીઓ સ્થળાંતર નહી કરાવે અથવા મકાન રીપેર નહી કરાવે તો નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની ચીમકી : રાજ્ય સરકાર દ્વારા સમીક્ષા કરાઇ

રાજકોટ,તા.૨૧ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કુલ ૪૦૦થી વધુ મકાનો ભયગ્રસ્ત હોઇ આવા મકાનોમાં રહેતા લોકોને ચોમાસા પહેલા મકાન રિપેરીંગ કરાવી લેવા અથવા મકાનમાંથી અન્યત્ર સ્થળાંતર થઇ જવા નોટીસો ફટકાર્યાનું મનપા તંત્રના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ દર વર્ષે ચોમાસામાં કે વાવાઝોડાની સ્થિતિમાં જુના અને જર્જરીત મકાનો પડી જવાની ફરિયાદો ઉઠે છે ત્યારે આ વર્ષે મ.ન.પા. તંત્ર વાહકોએ આગમચેતીરૂપે આવા જર્જરીત મકાનોનો સર્વે કરી અત્યાર સુધીમાં ૧૧૫૩ થી વધુ જર્જરીત મકાન ધારકોને નોટીસો ફટકારી મકાન રીપેર અથવા મકાનમાંથી અન્યત્ર સ્થળાંતર કરવા નોટીસો ફટકારી છે.
મનપા તંત્રના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ જો કોઇને મકાનોની નોટીસો મળી છે. તેઓએ મકાનો રીપેર નહી કરાવ્યા હોય અથવા સ્થળાંતર કરી સ્વૈચ્છીક ડીમોલીશન તથા મકાન ધારકો સામે મ.ન.પા. સુરક્ષાના ભાગરૂપે આવા મકાનોનું ડિમોલીશન કરવા સુધીના પગલા લેશે.
આજે મુખ્ય સચિવ અને શહેરી વિકાસ સચિવે રાજ્યમાં ભયગ્રસ્ત મિલકતો અંગેની સમીક્ષા કરી હતી, કેટલી મિલકતો, કેટલી નોટિસો જોગવાયો આપવામાં આવી હતી.
રાજકોટમાં સેન્ટ્રલ સેન્ટ્રલ ઝોનમાં ૨૬૦, વેસ્ટ ઝોનમાં ૧૪૩ અને ઇસ્ટ ઝોનમાં ૭૫૦ સહિત કુલ ૧૧૫૩ મિલકતો ભયગ્રસ્ત છે તમામને નોટિસ.
ઇસ્ટ ઝોનમાં ૭૫૦ માંથી ૭૦૦ જેટલા વોર્ડ નં.૬ના ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટર છે, નોટિસ બાદ અમુકએ રિપેર કરાવ્યા, હજુ રિપેર કરાવ્યા ન હોય તેના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની ચીમકી.
વેસ્ટ ઝોનમાં મણિયાર કવાર્ટરના ડિમોલિશન પછી ભયગ્રસ્ત મિલકતોની સંખ્યા ઘટી તેમ છતાં રૈયારોડના વૈશાલીનગર અને કાલાવડ રોડના જગન્નાથ પ્લોટ જેવા સારા વિસ્તારોમાં પણ ભયગ્રસ્ત મિલકતો મળી છે.
સેન્ટ્રલ ઝોનમાં ૨૬૦ મિલકતો ભયગ્રસ્ત જેમાં મોટા ભાગની જુના રાજકોટ વિસ્તાર, બજાર એરિયામાં છે.
હાઉસિંગ બોર્ડના ભયગ્રસ્ત કવાર્ટર મામલે રહીશોને હાઉસિંગ બોર્ડ સાથે મળીને રિ-ડેવલપમેન્ટ કરવા સૂચન આપવામાં આવી.
કયા ઝોનમાં કેટલી નોટીસ
ઝોન સંખ્યા
સેન્ટ્રલ ૨૬૦
વેસ્ટ ૧૪૩
ઇસ્ટ ૭૫૦
(4:03 PM IST)










