<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

'પ્રભુ સ્નેહ': આધુનિક રાજકોટનો અલ્ટ્રા મોડર્ન પ્રોજેકટ

રાજકોટના હૃદયસમા વિસ્તાર શ્રોફ રોડ ઉપર પ્રસિધ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી હિરેનભાઇ ત્રિવેદીના હસ્તે કાલે આમંત્રિતોની હાજરીમાં શ્રી યાગ(યજ્ઞ)નું પવિત્ર-અલૌકીક આયોજન - એમ્બીયન્સ એટમસફીઅર અને લેવિસ લાઇફસ્ટાઇલની પ્રતિતિ કરાવતા ૩ અને ૪ બેડરૂમના કુલ પ૬ આકર્ષક ફલેટસ રાજકોટની આન, બાન અને શાનમાં ઔર વધારો કરશેઃ બે બિલ્ડીંગ વચ્ચે કુલ ૧ર લીફટની સુવિધા - બ્રાન્ડેડ કંપનીઓ સહિતના દરેક વ્યવસાયને અનુકુળ આઠ વિશાળ રીટેલ શો-રૂમ પણ આકાર લેશે - પ્રભુ ગ્રુપના ચેરમેન અને ટોચના બિલ્ડર રાજુભાઇ પોબારૂ, પ્રભુ ગ્રુપના યુવા એમ. ડી. દિશીત પોબારૂ તથા જાણીતા બિલ્ડર હિરેનભાઇ ખખ્ખરનો નમૂનારૂપ સંયુકત પ્રોજેકટ

રાજકોટ તા. ર૧ :.. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટનો વર્ષોથી દબદબો રહ્યો છે. એક થી એક ચઢીયાતા બિલ્ડીંગ-કન્સ્ટ્રકશનના લીધે રાજકોટની ઓળખ એક નવી ઊંચાઇએ પહોંચી છે.

આવા આધુનિક રાજકોટના સેન્ટર અને હૃદયસમા વિસ્તાર નવી કલેકટર ઓફીસ સામે, શ્રોફ રોડ, રાજકોટ ખાતે 'પ્રભુ સ્નેહ'  નામથી અલ્ટ્રામોડર્ન પ્રોજેકટ આકાર લઇ રહ્યો છે.

 'પ્રભુ સ્નેહ' રાજકોટના ચેરમેન અને ટોચના બિલ્ડર શ્રી રાજુભાઇ પોબારૂ, પ્રભુ ગ્રુપના યુવા એમ. ડી. શ્રી દિશીતભાઇ પોબારૂ તથા શહેરના ખૂબ જ નામાંકિત બિલ્ડર અને એકસપોર્ટર-ઉદ્યોગપતિ શ્રી હિરેનભાઇ ખખ્ખરના સંયુકત પ્રોજેકટ  'પ્રભુ સ્નેહ' માં એમ્બીયન્સ એટમસફીઅર સાથે લેવિસ લાઇફ સ્ટાઇલની પ્રતિતિ કરાવતા  ત્રણ અને ચાર બેડરૂમના કુલ પ૬ આકર્ષક ફલેટસ રાજકોટથી આન, બાન અને શાનમાં ઔર વધારો કરશે. ર૮-ર૮ માળના બે બિલ્ડીંગો વચ્ચે કોઇ અગવડતા ન પડે તે માટે કુલ ૧ર લીફટની સુવિધા આપવામાં આવનાર હોવાનું શ્રી રાજુભાઇ પોબારૂએ અકિલાને જણાવ્યું હતું.

સાથે - સાથે બ્રાન્ડેડ કંપનીઓ સહિતના આઠ વિશાળ રીટેલ શો-રૂમ્સ પણ આકાર લેશે કે જે દરેક વ્યવસાયને અનુકુળ રહેશે. ઉપરાંત રાજકોટના સેન્ટરમાં જ લોકોશન હોવાથી લોકોને પણ પોતાના વ્યવહારમાં સરળતા રહેશે તેવું પણ રાજુભાઇ પોબારૂએ જણાવ્યું હતું.

એમ્બીયન્સ એટમસફીઅર સાથેના મહત્વપૂર્ણ-નમૂનારૂપ પ્રોજેકટ  'પ્રભુ સ્નેહ' સાઇટ ઉપર આવતીકાલે માત્ર આમંત્રિતોની હાજરીમાં રાજકોટના પ્રસિધ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી  હિરેનભાઇ ત્રિવેદીના હસ્તે શ્રીયાગ(યજ્ઞ)નું પવિત્ર-અલૌકીક આયોજન કરવામાં આવ્યું છે.  'પ્રભુ સ્નેહ' પ્રોજેકટ વિશે વધુ માહિતી માટે મો. નં. ૮૭૦૦૦ ૮૭૮૭૦ ઉપર સંપર્ક કરી શકાય છે. સમગ્ર રાજકોટ માટે  'પ્રભુ સ્નેહ' પ્રોજેકટ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો દૃઢ વિશ્વાસ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રી દિશીતભાઇ પોબારૂ તથા શ્રી હિરેનભાઇ ખખ્ખરને વ્યકત કર્યો હતો.

'પ્રભુ સ્નેહ'ના ડેવલપરો અકિલાના આંગણે...

રાજકોટ તા. ર૧ :.. એમ્બીયન્સ એટમસફીઅર અને લેવિસ લાઇફસ્ટાઇલની પ્રતિતિ કરાવતા રેસીડેન્સીયલ - કોમર્શીયલ પ્રોજેકટ  'પ્રભુ સ્નેહ'ના ડેવલપરોએ આજરોજ અકિલા પરિવારના મોભી, સમાજ - શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવ્યા હતાં. સાથે-સાથે આવતીકાલે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય શ્રી હિરેનભાઇ ત્રિવેદીના હસ્તે યોજાનાર પવિત્ર-અલૌકીક શ્રીયાગ (યજ્ઞ)નું ભાવભીનું આમંત્રણ પણ શ્રી કિરીટભાઇ ગણાત્રાને પાઠવ્યું હતું.

(4:24 PM IST)