<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સીમેન્ટ-કોંક્રીટના જંગલો વચ્ચે બનશે ''સીટી ફોરેસ્ટ'' : ગરમી ઘટાડવા વિચાર રોપણ

શહેરમાં મનપા દ્વારા રપ પ્લોટનું લીસ્ટ તૈયાર : ત્યાં માત્ર વૃક્ષો જ વવાશે : લોકોને પ્રવેશ નહીં અપાય ૧પ૦ ફૂટ રીંગ રોડ પર વૃક્ષો ઓછા હોવાથી ખુબ તાપ : સર્વે કરાવી વૃક્ષારોપણ કરાશે : આનંદ પટેલ

રાજકોટ, તા. ર૧ :  આ ઉનાળાની સીઝનમાં શહેરમાં તાપમાનનો પારો ૪૪ ડીગ્રીને વટોળી ગયો છે. લોકોને ખુબ જ પરેશાની થઇ છે ત્યારે મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં જંગલ ઉભુ કરવા માટે જગ્યાઓનું લીસ્ટીંગ કરવામાં આવ્યું છે.

આ અંગે મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવેલ કે શહેરમાં હરિયાળી વધારવા વધુ વૃક્ષારોપણ, મિયાવાંકી જંગલોનું નાકરાવાળી સહિતની જગ્યાએ કામ ચાલુ છે. હવે એવા રપ પ્લોટની યાદી તૈયાર કરવામાં આવી છે, જયાં માત્ર જંગલ જ હોય.

આ લીસ્ટ કરાયેલ પ્લોટમાં લોકોને જવાની મનાઇ હશે. આ એક સીટી ફોરેસ્ટ જેવો વિચાર છે. જે-તે વિસ્તારમાં ગ્રીન આઇલેન્ડ બનાવી તે વિસ્તારમાં ગરમીથી લોકોને રાહત મળે અને પર્યાવરણને ફાયદો થાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.

વધુમાં મ્યુ. કમિશનરે જણાવેલ કે, ગ્રીન આઇલેન્ડ બનવાથી તે વિસ્તારના તાપમાનમાં ૧ થી ર ડિગ્રીનો ગરમીમાં ઘટાડો આવવાની સાથે જળસંયમ, રીચાર્જ સાથે આવા બગીચા બનાવવા કવાયત કરવામાં આવનાર છે.

શહેરના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર ખુબ ઓછા વૃક્ષો હોવાના કારણે તાપમાનનું પ્રમાણ ત્યાં વધુ હોય છે. જેથી આ વિસ્તારમાં સર્વે કરાવી શકય હોય ત્યાં નિભાવની જવાબદારી સાથે કામ આપવાના પ્રયાસો પણ કરાશેનું અંતમાં મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું. (

જુનના બીજા અઠવાડીયામાં મનપામાં ટેન્ડરની મોસમ

રાજકોટઃ ૧૮મી લોકસભા ચુંટણીની મતગણતરી તા.૪ જુનના આવ્યા બાદ ૬ જુનના આદર્શ આચાર સંહિતા પૂર્ણ થયા બાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વિવિધ વિકાસ કામોના ૧૫૦ જેટલા ટેન્ડર બહાર પડશેઃ એપ્રિલ,મે,જુન પછી બજેટના પહેલા કર્વાટરના કામો શરૂ થશે તેમ મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું.

(4:31 PM IST)