<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

લોધીકામાં બૌધ્ધ વિહારમાં બુધ્ધ અને આંબેડકરની પ્રતિમાને ઉપાડી લેવાતા ઉગ્ર વિરોધ વંટોળઃ પોલીસ સાથે ઘર્ષણઃ બાદમાં સોલંકી સહિતના આગેવાનોની અટકાયત

રાજકોટ : લોધીકાના રાવકી ગામે આજે મામલતદારના દબાણ હટાવ ઓપરેશન સમયે ડો. બી. આર. આંબેડકર બુધ્ધ વિહાર સંકુલ પાસે બુધ્ધ અને આંબેડકરની પ્રતિમાને ઉપાડી લેવાતા ઉગ્ર વિરોધ વંટોળ ઉભો થયો છે, સંખ્યાબંધ આગેવાનો ડી. ડી. સોલંકીની આગેવાનીમાં દોડી ગયા તા, અને ઉગ્ર વિરોધ થતા ત્યાં હાજર પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું, પરીણામે ડી. ડી. સોલંકી સહિત તમામની પોલીસે અટકાયત કરી લીધી છે, અને લોધીકા પોલીસ સ્ટેશન લઇ ગયા છે, મામલો ભારે તંગ બન્યો છે. લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે.

દરમિયાન પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે કોઇપણ પ્રતિમા તોડી નથી, દબાણ હટાવ વખતે ઉપાડીને એક કોર મૂકી દેવાઇ છે, ડો. આંબેડકરજીની કે બુધ્ધની પ્રતિમા તોડાઇ નથી, દબાણ હટાવ અંગે હાઇકોર્ટનું પણ અમને ડાયરેકશન છે. (પ-૧૮)

(4:36 PM IST)