News of Tuesday, 21st May 2024
કાલે સાંજે ઇવનિંગ પોસ્ટમાં ગુંજશે 'હસ્તે ગાતે નગ્મે નયે-પુરાને'
વરિષ્ઠ નાગરીકો, સંગીત રસિકોને માણવા મૃશે મોહમ્મદ રફી, કિશોરકુમાર, મુકેશ, લતા મંગેશકર, આશા ભોંસલેના યાદગાર ગીતો... રાજકપુરના ગેટઅપમાં ઉમેશ રાવ મનોરંજન કરાવશે : જુનિયર મિથુન ચક્રવર્તી અમિતકુમાર, મયુરી પટેલ, પ્રફુલ્લા રાવ, દિપક રાજ, ગીતો રજુ કરશેઃ તુષાર રાવના ડી.જે. સથવારે કિશોર ડોડીયા કાર્યક્રમનું સંચાલન કરશે

''અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઉમેશભાઇ રાવ, અમિતકુમાર, મયુરીબેન પટેલ, પ્રફુલાબેન રાવ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
કિશોર ડોડીયા એન્કર : ડી.જે. તુષાર રાવ
રાજકોટ, તા., ૨૧: કાલે તા.રરને બુધવારે સાંજે ૬ થી રાત્રીના ૯ વાગ્યા સુધી જયુબેલી બાગ પાસે ઇવનીંગ પોસ્ટ ખાતે 'હસ્તે ગાતે, નગ્મે નયે પુરાને'કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેની માહીતી 'અકિલા' કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ કલાકારોએ વર્ણવી હતી.
આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, કાલે તા.રર મેના રોજ બુધવારે સાંજે ૬ થી ૯ દરમિયાન જયુબેલી બ)ગ પાસે ઇવનીંગ પોસ્ટ ખાતે સ્વીટ ઇવેન્ટસ પ્રસ્તુત હસ્તે ગાતે નગ્મે નયે પુરાને કરાઓકે ટ્રેક પર હિન્દી સિનેમા સંગીતના યાદગાર ગીતોના કાર્યક્રમનું આયોજન મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ અને ડીજે તુષાર રાવ દ્વારા કરવામાં આવ્યું છે.
ઇવનીંગ પોસ્ટના વરિષ્ઠ નાગરીકો તેમજ સંગીત રસીકો માટે યોજાનાર આ કાર્યક્રમમાં ઉમેશ રાવ હાસ્ય-ડાન્સ મીમીક્રી ઉપરાંત ગ્રેટ શો મેન સ્વ.રાજકપુરને સ્મરાંજલી આપવા આબેહુબ રાજકપુરના ગેટઅપમાં ઉમેશ રાવ મેરા નામ જોકરના ગીત પર પરફોર્મન્સ રજુ કરશે.
આ કાર્યક્રમમાં મયુરી પટેલ, પ્રફુલા રાવ, અમિતકુમાર અને કિશોર ડોડીયા લીજન્ડ સીંગર્સ મોહમ્મદ રફી સાહેબ, કિશોર કુમાર, મુકેશ, લતા મંગેશકર, આશા ભોંસલેના યાદગાર ગીતો પ્રસ્તૃત કરશે. ગેસ્ટ આર્ટીસ્ટ તરીકે દીપક રાજ એટલે કે દિપક ચાવડા ગીત રજુ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખક એંકર કિશોર ડોડીયા કરશે.
ઉમેશભાઇ રાવ
જાણીતા મીમીક્રી આર્ટીસ્ટ અને જાદુગર ઉમેશ રાવના અનેક કાર્યક્રમો વારંવાર અનેક જગ્યાએ થાય છે. ઉમેશ રાવ આ કાર્યક્રમમાં રાજકપુરનું પરફોર્મન્સ કરશે.
જુનીયર મિથુન
અમિતકુમાર
જુનીયર મિથુન તરીકે જાણીતા અમિતકુમાર (કૌશીક શાહ) વારંવાર ગીતોના કાર્યક્રમો રજુ કરશે. અભિનેતા મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'હવાઇજાદા'માં તેમણે અભિનય કર્યો હતો. ગોંડલમાં આ ફિલ્મનું શુટીંગ થયું હતું.
મયુરીબેન પટેલ
મયુરીબેન પટેલ ૧૩ વર્ષથી ગાયન ક્ષેત્રમાં કાર્યરત છે અને આશા ભોંસલે, લતા મંગેશકરના ગીતોની સાથોસાથ રોમેન્ટીક ગીતો પોતાના અંદાજમાં રજુ કરે છે.
પ્રફુલાબેન રાવ
મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશભાઇ રાવના ધર્મપત્ની પ્રફુલાબેન રાવ છેલ્લા ઘણા વર્ષોથી લગ્ન ગીતો તથા નવરાત્રીમાં ગરબીઓમાં ગરબા-રાસનું ગાયન કરે છે અને એકાદ વર્ષથી ફિલ્મી ગીતોના ગાયન ક્ષેત્રમાં ઝંપલાવીને અવનવા ગીતો પોતાના મધુર કંઠમાં રજુ કરે છે.
ડીજે તુષાર રાવ
મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશભાઇ રાવના પુત્ર ડીજે તુષાર રાવ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાની ઉંમરથી અનેક પ્રસંગો તથા વૃધ્ધાશ્રમ, બાલાશ્રમ તેમજ જેલમાં પણ કાર્યક્રમો આપેલ છે.
'અકિલા' કાર્યાલયે ઉમેશભાઇ રાવ, અમિતકુમાર, મયુરીબેન પટેલ, પ્રફુલાબેન રાવ ઉપસ્થિત રહયા હતા.
વધુ વિગત માટે મો.નં. ૯૮રપ૭ ૯૮૬૭૦, મો. ૯૭૩૭૪ ૭૫૯૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

મિથુન ચક્રવર્તી સાથે જુનિયર મિથુન
જુનિયર મિથુન તરીકે પ્રખ્યાત અમિતકુમાર (કૌશક શાહ) બુધવારે ઇવનીંગ પોસ્ટમાં કાર્યક્રમ રજુ કરશે ત્યારે ગોંડલ ખાતે મિથુન ચક્રવર્તીની ફિલ્મમાં અભિનય કરીને જુનિયર મિથુને ગૌરવ વધાર્યુ છે.
રાજકપૂરના ગેટઅપમાં ઉમેશ રાવ
તસ્વીરમાં
રાજકપુરના
ગેટઅપમાં મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ નજરે પડે છે. બુધવારે આ ગેટઅપમાં ઉમેશ રાવ જોવા મૃશે.
(4:43 PM IST)










