<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

રાજકોટમાં ગરમીનું ૪ દિવસ રેડ એલર્ટ હોય, સતત પાણી પીવા આરોગ્ય શાખાની અપીલ

હીટવેવથી બચવા ૧૦૮ અને ઇમરજન્સી સેવા કાર્યરત

રાજકોટ તા. ૨૧: ઉનાળામાં અસહનીય ગરમીની સામે બચવા માટે હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આકરા તાપથી બચવા વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, લાંબો સમય તડકામાં ન રેહવુ, હળવા રંગના સુતરાવ કપડા પહેરવાં, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો, નાના બાળકો-વૃધ્ધો અને સગર્ભા  સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવુ, વારંવાર પાણી પીશું ગરમીથી બચીશું, તેમ ૧૦૮ સેવા અને આરોગ્ય શાખા રાજકોટ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

અતિશય ગરમીને લીધે

લુ લાગવાનાં લક્ષણો

હ્રદયનાં ધબકારા વધી જવા, ખુબ પરસેવો થવો, અશકિત લાગવી, માથું દુખવું, ચક્કર આવવા, ચામડી લાલ-સુકી અને ગરમ થઇ જવી,  સ્નાયુઓમાં દુખાવો અને અશકિત, ઉબકા અને ઉલટી થવી સહીતના  લક્ષણો જણાય તો તરત જ ૧૦૮ સેવા અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી.

(4:49 PM IST)