<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

રોડ સેફટીમાં રાજકોટ જીલ્લો ગુજરાતભરમાં બીજા નંબરે : હાઇવે પર પાણી ન ભરાય તે માટે પગલા ભરો

કલેકટરની અધ્‍યક્ષતામાં બેઠક મળી : હાઇવે પર હોટલો - પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદેસર કાર્યવાહી સામે કડક કાર્યવાહીની સૂચના

રાજકોટ તા. ૨૪ : જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્‍યક્ષતામાં કલેકટર કચેરી ખાતે ડિસ્‍ટ્રિક્‍ટ રોડ સેફટી કાઉન્‍સિલની બેઠક યોજાઈ હતી. ધોરી માર્ગો પર અકસ્‍માતનું પ્રમાણ સતત ઘટે તે દિશામાં કરવામાં આવતી કામગરી અર્થે રોડ રીપેરીંગ, થર્મોપ્‍લાસ્‍ટ પટ્ટા, કેટ આઈ, રમ્‍બલ સ્‍ટ્રીપ, સ્‍પીડ લીમીટ, સ્‍પીડ બ્રેકર, સાઈનેજીસ, હાઇવે - એપ્રોચ કનેક્‍ટિવિટી પાસે રોડ એંજિનયિરિંગ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.   

આ સાથે કલેકટરે અકસ્‍માત માટે કારણભૂત હાઈવે પરની હોટેલ, પેટ્રોલ પંપ આસપાસ ગેરકાયદેસર રીતે મીડીયમ બ્રેકીંગ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી, અનધિકૃત હોર્ડિંગ્‍સ, દબાણો દૂર કરવા સૂચના આપી હતી. 

બેઠકમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને રૂડા દ્વારા નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કોરાટ ચોકડી સહીત ૧૪ ચોકડી પર વાહન ડાયવર્ઝન માટે બેરીકેટ લગાવવા તેમજ ટ્રાફિક સમસ્‍યા દૂર કરવા અંગે આયોજનની વિગતો પુરી પાડી સાઈનેજીસ, રમ્‍બલ સ્‍ટ્રીપ સહિતની કામગીરીની વિગતો આપી હતી.

કલેકટર દ્વારા આગામી દિવસોમાં ચોમાસુ ઋતુ શરૂ થવાનું હોઈ હાઈવે પર વરસાદના પાણી ન ભરાય તેમજ તેના કારણે અકસ્‍માતો ન બને તે માટે વિવિધ એજન્‍સીઓને જરૂરી પગલાંઓ લેવા ખાસ સૂચન કર્યું હતું.

આ વર્ષે રાજકોટ જિલ્લા રોડ સેફટી કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં બીજો નંબર આવવા બદલ કલેકટરશ્રી જોશીએ અભિનંદન પાઠવી તમામ વિભાગની કામગીરીની પ્રશંસા કરી હજુ પણ અકસ્‍માત સંભવિત વિસ્‍તારોમાં સઘન કામગીરી કરવા પ્રેરણા પુરી પાડી હતી.

આ બેઠકમાં આર.ટી.ઓ અધિકારી કે. એમ. ખપેડ, બોલબાલા ટ્રસ્‍ટના  જયેશભાઈ ઉપાધ્‍યાય સહીત એન.એચ.એ.આઈ., એન.એચ. ડિવઝન, ડીસ્‍ટ્રીકટ આર.એન્‍ડ.બી., સિવિલ, ૧૦૮ સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:06 PM IST)