News of Friday, 24th May 2024
શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર સાઇડ બંધ હોય ત્યારે વાહનચાલકોને છાંયડો મળે તે માટે મંડપ ફીટ કરાયા
ગ્રીનલેન્ડ ચોકડી, જીલ્લા પંચાયત-અકિલા ચોકમાં બી-ડિવીઝન અને પ્ર.નગર પોલીસે મંડપ ફીટ કરાવ્યા

રાજકોટઃ હાલમાં ચામડી બાળી નાખે એવો તાપ પડી રહ્યો હોઇ શહેરમાં ફરજ બજાવતાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓના ફરજના સમયમાં પણ ફેરબદલ કરીને જ્યારે વધુ તડકો પડતો હોઇ એ સમયે એટલે કે બપોરે દોઢથી સાડાચાર સુધી તેમને ફરજમાંથી મુક્તિ અપાઇ છે. સવારથી જ બપોરના દોઢ સુધીના સમયમાં ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહેતાં વાહન ચાલકો અને ફરજ બજાવતાં કર્મચારીઓને થોડો છાંયડો મળી રહે તે માટે અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર મંડપ નાખવામાં આવ્યા છે. ગ્રીનલેન્ડ ચોકડી અને જીલ્લા પંચાયત-અકિલા ચોક ખાતે આવા મંડપ પોલીસે ફીટ કરાવ્યા છે. ઇમીટેશન માર્કેટ એસોસિએશન સંતકબીર રોડ તથા અશોકભાઈ લુણાગરિયા ખોડલધામ મંડપ સર્વિસના સહયોગથી સુરક્ષાસેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સાઈડ બંધ હોય કે ટ્રાફીક જામ હોય તેવા સમયે હીટવેવ (તડકાથી)થી લોકોને છાયડો મળી રહે તે હેતુથી મંડપ બાંધવાની કામગીરી કરવામાં આવી છે જે પ્રથમ તસ્વીરમાં અને જીલ્લા પંચાયત ચોકમાં પ્ર.નગર પોલીસ દ્વારા મંડપ નખાયો છે તે બીજી તસ્વીરમાં જોઇ શકાય છે.
(3:25 PM IST)










