News of Friday, 24th May 2024
શહેરના ત્રણે ઝોનનાં આધાર કેન્દ્રમાં મંડપ-પાણીની સાથે કુલરની વ્યવસ્થા કરો
સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે આપી સુચના

રાજકોટ તા.ર૪ : રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજકોટમાં પણ સુર્યદેવ કોપાયમાન બન્યા છે. ૪૪-૪પ ડીગ્રી ગરમી પડી રહી છે. તેવામાં પોતાના આધારકાર્ડમાં સુધારા કરાવવા કે નવા કઢાવવા આધાર કેન્દ્રમાં જતા લોકોને ગરમીમાં રાહત મળે તે માટે મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને ત્રણેય ઝોનના આધાર કેન્દ્રમાં મુલાકાતીઓ માટે મંડપ, પાણીની સાથે કુલર મુકવા સંબંધીત વિભાગને સુચના આપી છે.
(3:25 PM IST)










