<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

શું લાગે છે... કોણ આવશે? પાર્ટી નહિ, કલાકારોની વાત છે

૮ જૂને કોમેડીનાટક બાગી ‘અલબેલે' : જાણવા માટે ટિકિટ બુક કરાવી પડશે, મો. ૯૦ર૩ર ૮ર૪૦૭ અથવા બુકમાઇશો

રાજકોટ : વાત થઈ રહી છે બાગી અલબેલે નાટકની. બોલિવૂડના કલાકારોનો કાફલો  આવી રહ્યો છે આપણા શહેર રાજકોટમાં, એક અદભુત હિન્‍દી કોમેડી નાટક બાગી અલબેલે લઈને. . . કોમેડી નાટકો તો તમે ઘણા જોયા હશે જેમાં શાબ્‍દિક કોમેડી હોય, એકબીજાને ઉતારી પાડીને લોકોને હસાવવામાં આવતા હોય  અને એવા શો, ફિલ્‍મો, વેબ સિરીઝ વગેરે થોડાક સમય પૂરતી મજા આપે , યાદગાર અનુભવ ના રહે!  અહિં અમે એવા પ્રકારના નાટકની વાત કરી રહ્યા છીએ  જે લાંબા સમય માટે એક સુખદ અનુભવ રૂપે યાદ રહે . અતુલ કુમાર દિગ્‍દર્શિત નાટક બાગી અલબેલે એક સિચ્‍યુએશનલ કોમેડી નાટક છે. જેમાં નાટકની અંદર જ એક નાટક ભજવવામાં આવે છે જેમાં આવતા રહસ્‍યો આપને કન્‍ફયુઝનમાં મૂકી દેશે અને હસાવીને હસાવીને લોટપોટ કરી મૂકશે.

ક્‍યા અને ક્‍યારે ? આપણા શહેર રાજકોટમાં ૮ જુન શનિવારની રાત્રે ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે.

આ નાટકના દિગ્‍દર્શક અતુલકુમાર ફ્રાન્‍સમાં પણ નાટકો અને થિયેટર એક્‍ટિવિટીસમાં કાર્યરત રહ્યા છે અને ત્‍યાંનો એમનો બહોળો અનુભવ બાગી અલબેલે નાટકમાં તેમણે નીચોવીને નાખ્‍યો છે. એ ઉપરાંત ૨૦૨૧માં આવેલી હિન્‍દી મૂવી શીદ્દત ,૨૦૨૨ માં ઝી-૫ પર આવેલી એક વેબ સીરીઝ મુખબીર ધ સ્‍ટોરી ઓફ સ્‍પાય, તેમજ ઈરફાનખાનની સુપરહીટ મુવી તલવારમાં પોતાના અભિનય દ્વારા લોકોની વચ્‍ચે એક જાણીતો ચહેરો બનવામાં તેઓ સફળ રહ્યા છે.

નાટકના મુખ્‍ય પાત્ર જોહની મખીજા ની ભૂમિકામાં  એટલે કે નાટકના હીરો છે ઉજ્જવલ ચોપરા. જેમણે ઉરી, પદ્માવત, સેમ બહાદુર તેમજ સ્‍પેશિયલ ૨૬ જેવી સુપરહિટ હિન્‍દી મુવીઝમાં આપણે જોયેલા છે. એમની સાથે જ મુખ્‍ય પાત્રમાં છે આયેશા રઝા મિશ્રા. જે નાટકના હીરોના પત્‍નીનું પાત્ર ભજવી રહ્યા છે એમના લાફટર પંચ આપણને અંત સુધી હાસ્‍યના ચકડોળમાં હસાવ્‍યા કરશે.

અન્‍ય સાથી કલાકારોમાં છે ગીરીશ શર્મા, હર્ષ ખુરાના, દિપક શર્મા, બિમલ ઓબેરોય તેમજ મનોજ શર્મા વગેરે. આ સહુ કલાકારોને આપ સહુએ હિન્‍દી મુવીઝ તેમજ હિન્‍દી સિરીયલોમાં ક્‍યાંકને ક્‍યાંક તો જોયા જ હશે માટે આ નાટક જોતી વખતે ચહેરાઓ જાણીતા લાગે તો નવાઈ નહીં.

આ નાટકની ટિકિટ ફક્‍ત રૂપિયા ૩૦૦ થી શરૂ થાય છે.

આવું સરસ અદભુત હિન્‍દી કોમેડી નાટક જેમાં બોલીવુડ ના કલાકારો હોય અને એ નાટક આપણા શહેર રાજકોટમાં થવા જઈ રહ્યું હોય તો એને માણવાનું ચૂકવા જેવું નથી.

જો હજુ પણ ટિકિટ બુક ના કરાવી હોય તો  હવે ઉતાવળ રાખજો. નાટકની પ્રીમિયમ ટિકિટો ખુબ ઝડપથી બુક થઇ રહી છે માટે ટિકિટ બને તેટલી ઝડપથી બુક કરાવજો.

ટિકિટ માટે કોલ = ૯૦૨૩૨૮૨૪૦૭.

વિદેહી ઍન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ ઍંજલ ડાયપર આયોજિત આ નાટકને ‘અકિલા’ પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું પથદર્શન તથા સમગ્ર અકિલા પરિવારનો સાથ સાંપડ્યો છે. નાટકના આધાર સ્તંભો - અદાણી મસાલા , ઍપલ બેસન, ધ મિલી બાય ­ભુ ગ્રુપ, અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ, આટોમાઇઝ  ઘરઘંટી, તિરૂપતિ કુરિયર, ફેવરીટો રારા ­મિયમ વોટર, જય ગણેશ અોટો, અર્જુન જવેલર્સ, ફ્રીગો ­મિયમ  ઍનર્જી ડ્રીંક ,સરાઝા હોટેલ  અને ગ્લોબલ પબ્લિસિટી છે તથા ટ્રાવેલ પાર્ટનર હોબો કેબ્સ  અને હોસ્પિટાલિટી પાર્ટનર ફિનિક્સ રિસોર્ટ છે.

(5:08 PM IST)