<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ગાંધીગ્રામ અને ભચાઉમાં ત્રણ મકાનમાં ચોરી કરનારા અનવર અને ઓસમાણ પકડાયા

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એમ. આર. ગોંડલીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એ. એન. પરમાર તથા ટીમના એ.એસ.આઇ. જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા અને કોન્‍સ. ગોપાલભાઇ પાટીલની બાતમીઃ રોકડ-દાગીના મળી રૂા. ર.૪૭ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ર૪: શહેરના ગાંધીગ્રામ ભારતીનગર અને ગાયત્રી ધામ સોસાયટી તથા ભચાઉમાં થયેલી ઘરફોડ ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી બે શખ્‍સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરની બેડી ચોકડી પાસે બે શખ્‍સો ચોરાઉ દાગીના વેંચવા આવ્‍યા હોવાની ક્રાઇમ બ્રાંચની એ.એસ.આઇ. જલદીપસિંહ વાઘેલા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. ગોપાલભાઇ પાટીલને બાતમી મળતા બેડી ચોકડી પાસેથી મોરબી-માળીયા મીયાણાના ભરવાડા વાળા વાસમાં રહેતા અનવાર અબ્‍દુલભાઇ મોવર (ઉ.વ. ૩૬) અને ઓસમાણ સલેમાનભાઇ મોવર (ઉ.વ. ૪૬) ને પકડી લઇ પોલીસે બંને પાસેથી રોકડા રૂા. ૪ર,૦૦૦ તથા સોનાના દાગીના અને એક રીક્ષા તથા બાઇક મળી રૂા. ર,૪૭,૬પ૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પુછપરછ કરતા બંનેએ ગાયત્રીધામ સોસાયટીમાં એક મકાનમાંથી રૂા. ૪ર હજાર અને ભારતીનગરમાં મકાનમાંથી રૂા. ૪.રપ લાખની માલમત્તાની ચોરી કર્યાની તેમજ (કચ્‍છ) ભચાઉમાં પણ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. અનવર અગાઉ મોરબી તથા માળીયા સહિત ચાર ઘરફોડ ચોરી તથા ઓસમાણ અગાઉ મહારાષ્‍ટ્રના નંદુરબાર પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્‍યું છે. આ કામગીરી પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ. એન. પરમાર, એ.એસ.આઇ. જલદિપસિંહ વાઘેલા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડ કોન્‍સ. કૃષ્‍ણદેવસિંહ ઝાલા, કોન્‍સ. હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ, મોહિલરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(4:06 PM IST)