<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ગુજરાત ગેસના ૧૭થી વધુ બીલ કલેકશન એજન્સીના સંચાલકો બેમુદતી હડતાલ પર હજારો ગ્રાહકોમાં દેકારો

સવારે ગુજરાત ગેસની કચેરીએ ટોળા જામ્યાઃ કંપની કહે છે... નાણા ઓનલાઇન અથવા પોસ્ટ ઓફિસમાં ભરો

રાજકોટ : ગુજરાત ગેસ કંપનીએ ગેસનું ર હજારનું ઉપરનું બીલ ફરજીયાત ઓનલાઇન ભરવાનો પરિપત્ર કરતા તેના વિરોધમાં રાજકોટ ગુજરાત ગેસની એજન્સી ધરાવતા ૧૭ જેટલા સંચાલકો બે મુદતી હડતાલ પર ઉતરી ગયા છે, પોતાની ગેસ એજન્સીઓને તાળા મારી દેતા સેંકડો હજારો ગ્રાહકોને બીલ ભરવા અંગે ભાારે ધકકા થયા હતા, તો ૧પ૦ ફૂટ રીંગ રોડ પર આવેલી ગુજરાત ગેસની ઓફિસે સવારે લોકોના ટોળા જામ્યા હતા, આવનાર ગ્રાહકોને એજન્સીના જવાબદાર અધિકારીઓએ જણાવી દીધેલ કે નાણા ઓનલાઇન ભરો અથવા તો પોસ્ટ ઓફિસમાં ભરો, અત્રે એ ઉમેરવું જરૂરી કે કંપનીની ઓફિસે બીલ સ્વીકારવાની કોઇ વ્યવસ્થા નથી, રાજકોટમાં ૧ાા લાખ ગ્રાહકો છે, ર હજારથીવધુ જેમનું બીલ આવે છે તેવા ગ્રાહકો ભારે હેરાન થઇ ગયા છે. તસ્વીરમાં રાજકોટ બીલ  કલેકશન  એજન્સી સજજડ બંધ રહી તે, તથા ગુજરાત ગેસની કચેરીએ બપોરે પણ ધોમધખતા તાપમાં લોકો બીલ અંગે સતત પુછપરછ કરી રહયા તે જણાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:18 PM IST)