<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મનપાની આઇસ્ક્રીમ વિક્રેતાઓ પર તવાઇઃ ૧૮ કિલો વાસી સામગ્રીનો નાશ

ઓમ ઇન્ઙ એરીયામાં આરોગ્ય શાખા દ્વારા ગૃહ ઉદ્યોગ સીલ

રાજકોટ તા. ર૪ : શહેરમાં ભયંકર ગરમી વચ્ચે લોકો ઠંડા પીણા, આઇસ્ક્રીમ તરફ વળ્યા છે. ત્યારે મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી આઇસ્ક્રીમના ૪ નમુના લેવામાં આવ્યા છે. સાથે ૧૮ કિલો અખાદ્ય આઇસ્ક્રીમનો નાશ કરાયો હતો.

ઉપરાંત ઓમ ઇન્ઙ એરીયાના પટેલ મહિલા ગૃહ ઉદ્યોગને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

મનપાની સતાવાર યાદી મુજબ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે (IAS)ના હુકમ અન્વયે જાહેર આરોગ્યને નુકસાનકર્તા પ્રવૃતિ અટકાવવા ધી. જી. પી. એમ. સી. એકટ- ૧૯૪૯ ની કલમ-૩૭૬ 'એ' મુજબ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ વિભાગની ટીમ સાથે કાર્યવાહી કરેલ ખોખડદડી નદીના કાંઠે, કોઠારીયા રિંગ રોડ, નેશનલ હાઇ વે-૮ગ્, ઓમ ઇન્ડ. એરીયા, રાજકોટ મુકામે આવેલ જયેશભાઇ પરસોતમભાઇ સાવલીયાની માલિકી ઉત્પાદક પેઢી પટેલ મહિલા ગૃહ ઉદ્યોગને તા.૨૪ ના રોજ ફૂડ બિઝનેશ ઓપરેટર પેઢીના માલિકની હાજરીમાં સીલ કરવામાં આવેલ છે. તેમજ આગામી હુકમ ન થાય ત્યાં સુધી સીલ યથાવત રાખવા તેમજ પેઢીના કોઈ પ્રવૃતિ ન કરવા અંગે સૂચના આપવા  આવેલ છે.

ઉનાળાની સિઝનને અનુલક્ષીને સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પાન એમ્પાયર, શોપ નં.-૫, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામે આવેલ ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ. (કંપની રિટેલ આઉટલેટ) ની તપાસ કરતા પેઢીમાં ગ્રાહકોને વેચાણ માટે સંગ્રહ કરેલ વિવિધ ફલેવરના આઇસ્ક્રીમનો એકસપાયરી થયેલ કુલ ૧૮ કી.ગ્રા. જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ. જેમાં કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ): ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.-૫, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ (લુઝ) ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા. લિ., પાન એમ્પાયર, શોપ નં.-૫, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ,વાઇલ્ડ બેરી ચીઝ કેક આઇસ્ક્રીમ (લુઝ) જીલ આઇસ્ક્રીમ, ધ્રુવ કોમ્પ્લેકસ, રણછોડનગ૮ર શેરી નં. -૪, પેડક રોડ, તથા કુકીઝ & ક્રીમ આઇસ્ક્રીમ (લુઝ) ડીલકસ ફૂડ્સ, હથિયારી બિલ્ડીંગ કડિયા વાડી સામે, મોચી બજાર ખાતેથી નમુના લેવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આકાશવાણી ચોક થી યુનિવર્સિટી ગેઇટ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૧ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના આકાશવાણી ચોક થી યુનિવર્સિટી ગેઇટ વિસ્તારમાં આવેલ કેદારનાથ રસ સેન્ટર, મહાલક્ષ્મી હોટેલ, સીતારામ છોલે ભટુરે, લક્ષ્મી પૂરી શાક, શિવ મદ્રાસ કાફે, ગાયત્રી નાસ્તા હાઉસ, જય દ્વારકાધીશ રેસ્ટોરન્ટને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(4:22 PM IST)