<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

માલવીયા ચોકથી ગોંડલ રોડ બ્રિજ સુધી તથા ઢેબરભાઇ ચોકથી મધુરમ હોસ્પિટલ સુધીના રોડ પરથી દબાણ હટાવાયા

દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો સપાટો ઝુંબેશ અંતર્ગત રેકડી, કેબીનો, ૩૫ બોર્ડ-બેનરો, ૬૫ પરચુરણ સામગ્રી જપ્ત

રાજકોટ,તા.૨૪: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર અનધિકૃત કરાયેલા દબાણો દુર કરવા માટે વિવિધ ટીમ બનાવીને ઝુંબેશના રૂપમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે માલવીયા ચોકથી ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ બ્રિજ સુધી અને ઢેબરભાઈ ચોકથી મધુરમ હોસ્પિટલ સુધી દબાણ હટાવ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન રાજકોટ સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસ પણ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઙ્ગમાલવીયા ચોક થી ગોંડલ રોડ સ્વામીનારાયણ ગુરુકુળ બ્રીજ સુધી અને ઢેબરભાઈ ચોક થી મધુરમ હોસ્પિટલ ઙ્ગવિસ્તારમાંથી કુલ ૫ રેકડી/કેબીન,ઙ્ગ૩૫ બોર્ડ / બેનરો અને ૬૨ પરચુરણ સામગ્રી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ ઝુંબેશમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસરશ્રી પી. જે. બારીયા, સહાયક કમિશનર બી. એલ. કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર તેમજ સિટી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસના અધિકારીઓ/કર્મચારીઓ હાજર રહ્યા હતા

(5:00 PM IST)