<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

થેલેસેમીયા પીડીત રાહુલ મલસાતરનો રવિવારે જન્મદિવસઃ પંચનાથ મંદિરે રકતદાન કેમ્પ

રાજકોટઃ હાલમાં ઉનાળાની સીઝન હોવાથી રકતની અછતના લીધે થેલેસેમિયા પીડીત બાળકોને મુશ્કેલી વેઠવી પડે છે કે આ મુશ્કેલી અને લોહીની અછતને દુર કરવા રાષ્ટ્રપતિશ્રી, મુખ્યમંત્રીશ્રી, રાજયકક્ષાના એવોર્ડ વિજેતા થેલીસેમિયા પીડીત બાળક શ્રી રાહુલ ભરતભાઇ મલસાતર તા.૨૬ રવિવારે જન્મદિવસ નિમિતે થેલેસેમિયા પીડીત બાળકો માટે પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક ખાતે સાંજે ૫ થી ૯ સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રકતદાન કેમ્પમાં શ્રી બડા બજરંગ ફાઉન્ડેશન, વિવકાનંદ યુથ કલબ, શ્રી પુરૂષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, કનૈયા ગ્રેપ બેડીપરા, સંકલ્પ જલારામ સેન્ટર ફોર થેલેસેમિયા, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ, કરૂણા ફાઉન્ડેશન, અમિતભાઇ રાઠોડ, લાઇફ બ્લડ સેન્ટર, ભાવસાર સમાજ રાજકોટ, એસ.ડી. ગ્રુપ, ગજાનન સેવા ગ્રુપ, યુવા શકિત ફાઉન્ડેશનનો સહયોગ મળેલ છે.

રકતદાન માટે વધુ માહીતી માટે રાહુલભાઇ મલસાતરઃ ૯૦૯૯૭ ૮૫૦૪૦, વિજયભાઇ પુનવાણીઃ૯૪૨૬૫ ૦૯૯૯૬ નો સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં રાહુલ મલસાતર, કિશોરભાઇ રાઠોડ, વિજયભાઇ પુનવાણી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, રવિભાઇ ભટ્ટી, કિરણબેન વડગામા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:38 PM IST)