News of Saturday, 25th May 2024
ત્યક્તાને લગ્નની લાલચ દઇ પ્રેમજાળમાં ફસાવી ગાંધીગ્રામના કશ્યપનું દૂષ્કર્મઃ છેલ્લે તરછોડી દીધી
ગોંડલના મોહમદ અખ્તર ડેલાએ રાજકોટની છાત્રાને ઇન્સ્ટાગ્રામથી ફસાવી ધમકી દઇ દૂષ્કર્મ આચર્યુઃ ધરપકડ

રાજકોટ તા. 25: શહેરમાં દૂષ્કર્મના વધુ બે બનાવ પોલીસ ચોપડે પહોંચ્યા છે. જેમાં એક બનાવમાં લગ્નની લાલચ આપી યુવતિ સાથે બળાત્કાર ગુજારાયો હતો. તો બીજા બનાવમાં શુક્રવાર રાજકોટમાં 24 કલાકમાં દુષ્કર્મની બે ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક કિસ્સામાં લગ્નની લાલચ આપી યુવતીને હવસનો શિકાર બનાવાયાનો કિસ્સો બહાર આવ્યો છે. બીજા કિસ્સામાં કોલેજીયન છાત્રાને વિધર્મી શખ્સે ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ બનાવી ફસાવી મારી નાખવાની ધમકી આપી દૂષ્કર્મ ગુજાર્યુ હતુ.
પ્રથમ બનાવમાં પ્ર.નગર પોલીસે ગાંધીગ્રામ શેરી નં. 6માં રહેતા કશ્યપ રાજુભાઈ સોલંકી નામના શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મ અને ખૂનની ધમકી આપવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કેમારા લગ્ન છ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી. પણ આજથી બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. બે વર્ષ પહેલા જ રૈયા ચોકડીએ ફરવા ગઇ ત્યારે આરોપી કશ્યપ સાથે પરિચય થયા બાદ પ્રેમ સબંધ બંધાયો હતો. તે વખતે તેણે આરોપીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને પુત્ર પતિ પાસે હોવાની વાત જણાવી હતી. ત્યારબાદ કશ્યપે હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહ્યું હતું. જેને કારણે તેણી તેના વિશ્વાસમાં આવી ગઇ હતી.
ત્યાર બાદ આજથી બે વર્ષ પહેલા કશ્યપ તેને પારસી અગિયારી ચોક નજીક આવેલી હોટલમાં બોલાવી તું આજથી મારી પત્નિ છો તેમ કહી તેની સાથે તેની મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના સુધી અવારનવાર એ જ હોટલમાં બોલાવતો હતો. એકાદ વર્ષ પહેલા કશ્યપને અકસ્માત નડતાં પગમાં ફ્રેક્ચર થયું હતું. જેને કારણે તે પથારીવશ હતો. આ સ્થિતિમાં તેણીને ઘરે સેવા કરવા માટે બોલાવી હતી. ઘરે જતી હોઇ કશ્યપના માતા-પિતા પણ બંનેના પ્રેમ સંબંધથી વાકેફ હતા. એ પછી આરોપી કશ્યપ માતા- પિતાની ગેરહાજરીમાં તેને ઘરે બોલાવી શરીર સંબંધ બાંધતો હતો.
આ ઉપરાંત 2023ની સાલમાં આરોપીએ તેને રૈયા ચોકડીએ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે તેણે આરોપીને લગ્ન કરવાનું કહેતા ના પાડી દીધી હતી. જેને કારણે આરોપી તેણીએ પોલીસમાં અરજી કરતાં સમાધાનની વાત થઈ હતી. જો કે બાદમાં આરોપીએ લગ્નનો ફરીથી ઈન્કાર કરી દીધો હતો. આ રીતે આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ બે હોટલ ઉપરાંત તેની બહેનપણીના મકાનમાં પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
દૂષ્કર્મનો બીજો કિસ્સો પણ પ્ર.નગર પોલીસમાં નોંધાયો છે. જેમાં શહેરમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી બાવીસ વર્ષની યુવતી સાથે ડેલા મોહમદ અખતર (રહે. ગોંડલ) નામના શખ્સે ઈન્સ્ટાગ્રામ માર્ફતે મિત્રતા કેળવી ધમકી આપી અવારનવાર બોલાવી કોઈને જાણ કરીશ તો એક્સીડન્ટ કરાવી નાખવાની, એસીડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રાજકોટની એક હોટલમાં લઈ જઈ અલગ અલગ સમયે ત્રણેક વખત દુષ્કર્મ આચરી લીધુ હતું. બંને બનાવમાં પ્ર.નગર પીઆઇ બી. એમ. ઝણકાત અને પીએસઆઇ ડેલાએ ગુનો નોંધીઆરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જે પૈકી ગોંડલના મોહમદ અખ્તર ડેલાને પકડી લેવાયો છે. જે પ્રાઇવેટ નોકરી કરે છે.
(3:27 PM IST)










