તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 25th May 2024
ક્ષત્રીય આંદોલન વખતે પુતળા દહનના કાર્યક્રમ સંદર્ભે પગલા લેવાયા તો ભાજપ અગ્રણીઓએ પુતળા દહન કર્યુ તો કેમ નહિ?
જાહેરનામાના ભંગ બદલ એકને ગોળ અને એકને ખોળ જેવી પોલીસની નિતીનો આક્ષેપઃ પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., રપઃ ગઇકાલે ભાજપ દ્વારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના પુતળા દહનના બે કાર્યક્રમો આપવામાં આવ્યા આ દરમિયાન પોલીસ કમિશ્નરશ્રીનું જાહેરનામું આચારસંહિતા સંદર્ભનું લાગુ હોવા છતા કેમ કોઇ પગલા લેવાયા નથી તેવી રજુઆત રેલનગર વિસ્તારના નવલસિંહ અજીતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ લાખુભા જાડેજાએ કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે, અમો ભારત દેશના સામાન્ય નાગરીક છીએ. ભારત દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે અને બંધારણીય હક્કો મુજબ જીવવાનો દરેકને નાગરીકને અધિકાર મળેલ છે. તેમજ દેશના દરેક નાગરીકને સમાન કાયદાઓ લાગુ પડે છે પંરતુ રાજકોટ શહેરમાં અલગ બંધારણ અને અલગ કાયદાનો અમલ થતો હોય તેવુ જણાઈ રહ્યુ છે. આપનું ધ્યાન દોરવાનું કે અમો અરજદાર દ્વારા પરશોતમભાઈ રુપાલા દ્વારા કરવામાં આવેલ ટીપ્પણી સંબધે કાયદાની મર્યાદામાં રહી અમોએ અમારી વાણી સ્વાતંત્રતા અને અભિવ્યક્તિ પ્રગટ કરેલ હતી. જેની સામે રાજકોટ પોલીસ દ્વારા જાહેરનામાના ભંગ બદલ અમો અરજદાર વિરુધ્ધ તાઃ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફોજદારી કાર્યસંહિતાની કલમ-૧૫૪ હેઠળ પ્રથમ માહિતિ અહેવાલ દાખલ કરવામાં આવેલ છે. સદરહું કિસ્સામાં જે તે સમયે રાજકોટ પોલીસ દ્વારા અમો અરજદાર પર પ્રોએકટીવ ત્વરીત કાર્યવાહી કરી કાયદાથી વિરુધ્ધ જઇ ધરપકડ કરવામાં આવેલ હતી.
રાજકોટ પોલીસ કમિશ્રરશ્રીનું જાહેરનામુ આજની તારીખે પણ અમલમાં કાયદાથી વિરુધ્ધ જઇ ધરપકડ કરવામાં આવેલ હતી. રાજકોટ પોલીસ કમિશ્રરશ્રીનું જાહેરનામુ આજની તારીખે પણ અમલમાં છે ત્યારે ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા દ્વારા સરઘસ સ્વરુપે તાઃ૨૪/૦૫/૨૦૨૪ ના રોજ કીશાનપરા ચોક તથા ગોંડલ રોડ ઉપર જાહેરનામાનો ખુલ્લો ભંગ કરી પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળા દહનનો જાહેર કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને જાહેરનામાનું ખુલ્લુ ઉલ્લંઘન કરવામા આવેલ છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા સદરહું કીસ્સામાં પણ તાઃ૩૦/૦૩/૨૦૨૪ ના રોજ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જે કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી તેવી જ રીતે સદરહું કિસ્સામાં પણ તાત્કાલિક અશરથી રાજકોટ પોલીસ દ્વારા સમાન કાયદાનું પાલન કરવા માટે પ્રોએકટીવ કામગીરી કરી કાયદાનું ઉલ્લંધન કરનારાઓ સામે તપાસ કરી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે ત્વરીત કાયદેશર કાર્યવાહી કરવા આથી અમોની આ અરજી/ફરીયાદ ધ્યાને લેવા વિનંતી.
નવલસિંહ અજીતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ લાખુભા જાડેજાએ માંગણી કરી છે.
(2:36 PM IST)










