News of Saturday, 25th May 2024
રાજકોટમાં તળના પાણી વધુ ઊંડા થયા : રિચાર્જ એક માત્ર ઉપાય
મનપા દ્વારા જળ સંચય અંગે શહેરની ધાર્મિક, સામાજીક, ઔદ્યોગિક સંસ્થાઓ સાથે બેઠક

રાજકોટ,તા.૨૫ : મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે ખાતે જળ સંચય અભિયાન બાબતે શહેરની જુદી જુદી સંસ્થાઓના હોદેદારો સાથે ઍક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો હેતુ આગામી ચોમાસા પૂર્વે શહેરમાં સેવાકીય સંસ્થાઓ અને રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી મહત્તમ સંખ્યામાં જળ સંચયના કાર્યો થાય તે હતો. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ બેઠકમાં રાજકોટ ઍન્જીનિયરીંગ ઍસોશિઍશન, હોટેલ ઍસોશિઍશન, કન્સલ્ટીંગ સિવિલ ઍન્જી. ઍસો., ઇન્ડિયન મેડિકલ ઍસોશિઍશન, ખોડલધામ સંસ્થા, આજી જી.આઈ.ડી.સી. ઍસો., આર્કિટેક્ટસ ઍસો., સ્વામિનારાયણ સંસ્થા (કાલાવડ રોડ), સદભાવના ટ્રસ્ટ, સ્વામિનારાયણ સંસ્થા (ગોંડલ રોડ), ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બિલ્ડર ઍસોશિઍશન, વગેરે સંસ્થાઓના મહાનુભાવો, નાયબ મ્યુનિ. કમિશનરો સ્વપિ્નલ ખરે અને ચેતન નંદાણી તેમજ સિટી ઍન્જિનિયર અલ્પના મિત્રા, તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહિયા હતા.
આ બેઠકમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલે કホાં હતું કે, જુદી જુદી સંસ્થાઓ અને નાગરિકો દ્વારા શહેરમાં જળ સંચય માટે સારૂ કામ થઇ રહિયા છે, પરંતુ જળ સંચયના પ્રમાણમાં હજુ પણ મોટા પાયે કામ કરવાની આવશ્યકતા જણાય છે. જુદી જુદી સંસ્થાઓ અને નાગરિકોના સાથસહકાર સાથે આગામી ચોમાસા પૂર્વે મહત્તમ માત્રામાં જમીનમાં જળ સ્તરને વધુ ઉપર લાવવા માટેના અભિયાનમાં પ્રોત્સાહક પરિણામ પ્રાપ્ત કરી શકાશે ઍવી અપેક્ષા છે. વધુ ને વધુ લોકો પોતાના ઘેર કે વ્યવસાયના સ્થળોઍ રહેલા બોર રિચાર્જ કરાવી ચોમાસામાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા આગળ આવે ઍ વર્તમાન સમયની માંગ છે.
કમિશનરઍ બેંગ્લોર શહેરનું ઉદાહરણ આપતા ઍવી ટકોર પણ કરી હતી કે, કાવેરી નદીના નીર પર નિર્ભર બેંગ્લોર શહેર તાજેતરના સમયમાં મોટી જળ કટોકટીનો સામનો કરી રホાં છે ઍ હકિકતથી આપણે સૌ વાકેફ છીઍ.
ચેન્નાઈ શહેર પણ થોડો સમય જળ કટોકટીનો સામનો કરી ચુકયું છે. આવી સ્થિતિ અન્ય શહેરોમાં પણ ઉદભવી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં.
ચોમાસા પૂર્વે જ તમામ લોકોઍ પોતાના મકાનના ધાબાનું પાણી બોરમાં ઉતારવા માટેની વ્યવસ્થા કરવી જ જોઈઍ. રાજકોટને નર્મદાના નીર મળી રホા છે ઍટલે લોકોમાં જળ સંચય બાબતે થોડી નિરસતા અને નિヘતિંતા જોવા મળે તે સ્વાભાવિક છે, પરંતુ ધારો કે, નર્મદાની જળ સપાટી અને જળ રાશી ઘટે તો શું થાય ઍ પ્રશ્ન વિશે પણ વિચારવું ખુબ જ જરૂરી છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી રાજકોટવાસીઓ પાણીનો અન્ય ઍક વિકલ્પ પણ હાથવગો રાખે તે જરૂરી જણાય છે.
જળ સંચયની પ્રવળત્તિને વેગ આપવા રાજકોટ મહાનગરપાલિકાઍ વોટર મેનેજમેન્ટ યુનિટની રચના કરેલી છે. આ યુનિટ હેઠળ જળ સંચય સેલ પણ કાર્યરત્ત કરવામાં આવેલ છે. સૌ નાગરિકો જળ સંચયની પ્રવળત્તિમાં વધુ ને વધુ જાગળત બને તે વર્તમાન સમયની માંગ છે. કેન્દ્ર સરકારે ‘‘અમળત ૨.૦'' હેઠળ જળ સંચય પ્રવળત્તિ માટે પાઈલોટ સિટી તરીકે દેશના જે ૧૦ શહેરો પસંદ કર્યા છે તેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.
બેઠકની શરૂઆતમાં સિટી ઍન્જિનિયર અલ્પના મિત્રાઍ રાજકોટ શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અને ભૂસ્તર અંગે થયેલા અભ્યાસ અંગે વાત કરી હતી. ડેપ્યુટી ઍન્જિનિયર કે. પી. દેથરિયાઍ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ આયોજન માટે ડેપ્યુટી ઈજનેરો દેથરીયા, છૈયા, પટેલ વગેરેએજહેમત ઉઠાવી હતી.
(2:38 PM IST)










