News of Saturday, 25th May 2024
તડકામાં છાંયડા માટે મંડપ અને પેટમાં ટાઢક થાય એ માટે છાસનું વિતરણ કરતી પોલીસ
બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમનું લોકોના સહકારથી આયોજન

રાજકોટઃ શહેરમાં ધોમધખતા તાપમાં લોકો ભારે હેરાન થઇ રહ્યા છે. શહેર પોલીસે આવા સમયે ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર મંડપ નાખી વાહનચાલકો અને ફરજ પરના સ્ટાફને ટાઢક મળે તે માટે પ્રયાસ હાથ ધર્યા છે. તે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ મંડપ સર્વિસ વાળા વિમલભાઇના સહયોગથી સુરક્ષાસેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત પારેવડી ચોક ખાતે સાઈડ બંધ હોય કે ટ્રાફીક જામ હોય તેવા સમયે હીટવેવ (તડકાથી)થી લોકોને છાંયડો મળી રહે તે હેતુથી મંડપ બંધાવ્યો છે. બીજી તરફ આજે બી-ડિવીઝન પોલીસ સ્ટેશન નજીક સેટેલાઇટ ચોકમાં પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે આર્યનગર સોસાયટીના સહકારથી લોકોને તડકામાં ટાઢક આપવા છાસનું વિતરણ કર્યુ હતું.
(2:46 PM IST)










