News of Saturday, 25th May 2024
શહેર ભાજપ પ્રમુખ તરીકે સફળતમ ૧ વર્ષ પૂર્ણઃ મુકેશભાઇ પર શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. રપઃ શહેર ભાજપ પ્રમુખ તરીકે સફળ કામગીરીઓ સાથે મુકેશભાઇ દોશીએ ૧ વર્ષ પૂર્ણ કરતા ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.
પક્ષને આવતા પાંચ વર્ષ સુધી માળખુ સબળ બની રહે તે માટે શહેર પ્રમુખ મુકેશ દોશીએ વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને મળી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના વોર્ડમાં૦ પ્રવાસ કરેલ જેમાં ૪પ૦૦ કાર્યકર્તાઓ સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીની કાર્યપધ્ધતિ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરવા માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી પોતાનો આર્થિક વિકાસ થાય, દેશનો વિકાસ થાય અને વિશ્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે ગરીબ દેશવાસી તેનો લાભ લઇ શકે પોતાનો આર્થિક ઉધ્ધાર કરી શકે તેવા હેતુથી શહેર પ્રમુખ મુકેશ દોશીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરૂં પાડેલ છે. પી.એમ. વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં વિવિધ સમાજના કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે અથાગ મહેનત કરી અને વધુને વધુ કારીગરોને તેનો લાભ અપાવ્યો હતો.
રાજકીય ક્ષેત્રની સાથો સાથ સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર રહી પાર્ટીની વિચારધારા સાથે વિવિધ લોકોને જોડી પાર્ટીને મજબૂત બનાવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારથી પક્ષના જવાબદાર વ્યકિતને સોંપવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નમો એપ ડાઉનલોડ કરવાની યોજનામાં દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી લક્ષ્યાંક પુરો કરવામાં શહેર ભાજપ પ્રમુખ અગ્રસ્થાને રહ્યા તેમજ માઇક્રો ડોનેશન અંતર્ગત વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સહિતના સાથે ર૦૦ માઇક્રો ડોનેશન ઉપલબ્ધ કરવામાં સફળ કામગીરી કરેલ છે.
(3:20 PM IST)










