તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
‘મારા ઘર પાસે બેસતા નહીં' કહી છાત્ર ક્રિશને છરી બતાવી નરેન્દ્ર પરમારે ધમકી દીધી
રૈયાધાર સમૃધ્ધી પાર્કમાં બનાવ છાત્રની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.રપ : રૈયાધાર પાસે આલાપ ગ્રીન સીટીની પાછળ સમૃધ્ધી પાર્કમાં ઘર પાસે બેસવાની ના પાડી છાત્રને છરી બતાવી એક શખ્સે ધમકી આપતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વિદ્યુતનગર શેરી નં.૧માં રહેતા ક્રિશ પારસભાઇ કામદાર (ઉ.વ.૧૭)એ યુનિવર્સિટી પોલીસમથકમાં રૈયાધાર પાસે આલાપ ગ્રીન સીટી પાછળ સમૃધ્ધી પાર્ક-રમાં જીનીયસ હાઇટસમાં રહેતા નરેન્દ્ર રમેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ક્રિશે ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે ધોરણ -૧૦માં અભ્યાસ કરે છે. રાત્રે પોતે તથા મિત્ર ભાર્ગવ વાળા, જયમીન વ્યાસ, હરનીશ મુલીયાણા, ક્રિષ ગોસ્વામી તમામ શેરીમાં જીનિયસ હાઇટસ પાસે રોડ ઉપર બાકડા ઉપર બેઠા હતા અને અંદરો અંદર વાતો કરતા હતા. તે દરમિયાન સામે જ રહેતા નરેન્દ્ર પરમારે આવીને કહેલ કે આજ પછી રાત્રે અહીં મારા ઘર પાસે કોઇ દિવસ બેસતા નહી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. બાદ તેની સાથે બોલાચાલી થતા તેણે નેફામાંથી છરી કાઢી પોતાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ ત્યાં હાજર પોતાના મિત્રો વચ્ચે પડી પોતાને છોડાવ્યો હતો. બાદ પિતાને ફોન કરતા તેણે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસની ગાડી આવી જતા પોતે તથા પોતાના પિતા અને મિત્રો સાથે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. એમ.આર.ઝાલાએ તપાસ હાથ ધરી છે.
(3:25 PM IST)










