તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
યુવા પેઢીને સ્ટેજ શો જોવાની આદત પાડવી જોઇએ
સંગીતની દુનિયાના સ્ટેજની સફરમાં ૪ હજારથી વધુ ગીતોની મહેફીલમાં પોતાનુ઼ કોમ્પેરીંગ કરનાર સંદીપ પંચવાટકર ‘અકિલા'ના આંગણે આજે રાત્રે ૯:૪પ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે સુફી-કવ્વાલી અને ગુજરાતના હિન્દી ફિલ્મી ગીતો ગુંજશે : સંદીપ પંચવાટકર નિર્મિત અને દિગ્દર્શીત સંગીત પ્રેમીઓ સમક્ષ શો રજૂ થશે ‘‘જુનુન'' સંવાદરત્ન એવોર્ડ અને ભાઉ મરાઠે સ્મૃતિ એવોર્ડ મળ્યાઃ દિગ્ગજ : સંગીતકારોના કાર્યક્રમોનું કર્યુ છે સંચાલન

રાજકોટ : જાણીતા એન્કર -ગાયક અને કલા જીવનમાં ૩ર વર્ષથી કાર્યરત તેમજ સંખ્યાબંધ શો કરનાર શ્રી સંદીપ પંચવાટકર આજે અકિલા કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તેઓનો આજે રાત્રે ૯.૪પ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે ‘‘જુનૂન'' શિર્ષક હેઠળ સુફી -કવ્વાલી અને મુજરાના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યોજાયેલ છે.
સંદીપજીએ જણાવેલ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે યુવા પેઢીને લાઇવ શો નિહાળવા માટે ટેવ પાડવી જોઇએ.
સંદીત પંચવાટકર, આ નામ હિન્દી બોલીવુડ ગીત સંગીતની દુનિયામાં ખુબ જ જાણીતું નામ છે તેમના જાદુઇ એંકરીંગથી પ્રેક્ષકોમાં મંત્ર મુગ્ધ થઇ જાય છે, અને વિચારમાં પડી જાય છે કે ગીતની રજૂઆત બાદ હવે સંદીપ પંચવાટકર શું બોલશે તે રાહ જુએ છે. પોતાની આજ સુધીની સંગીતનાં સ્ટેજની સફર દરમ્યાન ૪૦૦૦ થી વધુ હિન્દી ગીતાની મહેફીલમાં પોતાનું કોમ્પેરીંગ તરીકે યોગદાન આપેલ છે. આ સફર દરમ્યાન તેઓએ નૌશાદજી, અનિલ વિશ્વાસજી, પ્યારેલાલજી, કલ્યાણજી, ઓ. પી. નૈયરજી, ઉસ્તાદ ગુલામ અલી ખાં જેવા દિગ્ગજ સંગીતકારોનાં સંગીતનાં લાઇવ કાર્યક્રમોનું સંચાલન કરેલ છે.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીજના ખ્યાતનામ ગાયકો મન્ના ડે, અનુરાધા પોંડવાલ, ઉષા મંગેશકર, સુદેશ ભોસલે, કવિતા કૃષ્ણમૂર્તિનાં પ્રોગ્રામોમાં સંચાલન દ્વારા સ્ટેજ શેર કરેલ છે.
જાણીતા ઉદઘોષક અમીન સાયાનીએ પોતાની યાદો તાજી કરતા જણાવેલ કે સંદીપનું એંકરીંગ સાંભળીને મને મારી યુવાવસ્થા યાદ આવે છે. જયારે એક કાર્યક્રમ દરમ્યાન મન્ના ડે ને સ્ટેજ પર જૂ કરતાં સંદીપ પંચવાટકર ને સાંભળી મન્ના-ડે બોલી ઉઠયા હતાં કે આ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટેજ કાર્યક્રમો આપતા તે દરમ્યાન સંદીપ પંચવાટકરે મારી જે રજૂઆત કરી તે હું કયારેય ભુલી શકીશ નહીં.
સંદીપ પંચવાટ કરે અત્યાર સુધીમાં પોતાના પ્રોડકશન કરેલા કાર્યક્રમોમાં મ્યુઝીક ઇન્ડીયાનાં ૧૮૦૦ શો, મસ્ત મસ્ત મ્યુઝીકલ તંબોલાના ૪૦૦ શો, જહા સાઝ ગાતે હૈ નાં ૧૦૦ શો, દીલ તેરા દીવાના ૫૦ ઉપરાંત શો અને આજે રજુ થનાર કાર્યક્રમ જુનુનમાં ૫૦૦ ઉપરાંત શો યોજેલ છે.
આ ઉપરાંત યે શામ મસ્તાની, ઝીંદગીના મીલેગી દુબારા, લતા યુગ જેવા તો અનેક શો ડીઝાઇન કરી રજૂ કરી ચુક્યા છે.
આજે તેઓ પોતાની સંગીતની ટીમ તથા ગાયકો હિંમત પંડયા, આશિષ દેશમુખ, રાજેશ્વરી પવાર અને અનુભા ખાંડીલકરના સથવારે તેઓનો કાર્યક્રમ રજુ કરશે.
આ કાર્યક્રમની ટીકીટ માટે સુરસુરીતા ઇવેન્ટસના જયેશ ઓઝા મો. નં. ૯૪૨૯૦ ૪૫૨૧૪ નો સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં જાણીતા એન્કર શ્રી સંદીપ પંચવાટકર અને શ્રી જયેશ ઓઝા નજરે પડે છે. (તસ્વીર-સંદીપ બગથરીયા)
(3:26 PM IST)










