<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

જેની સાથે મૈત્રી કરાર કર્યા'તા તેના જ ત્રાસથી નિધિ મરવા મજબૂર થઇ હતી

શિવધામ સોસાયટીની યુવતિના આપઘાતના બનાવમાં આજીડેમ પોલીસે ભગીરથ વ્‍યાસ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

રાજકોટ,તા.૨૫ : કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીમાં મૈત્રી કરારથી રહેતી યુવતીને દુઃખ ત્રાસ આપી મારકુટ કરી મરવા મજબૂર કરનાર પ્રેમી સામે ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબીના સનાળા રોડ પર ભરતનગર શેરીનં.૨માં રહેતા હિરેનભાઇ શાંતીલાલભાઇ સૈજા (ઉવ.૩૨)એ આજીડેમ પોલીસ મથકમાં રાજકોટ કોઠારિયા રોડ પર શિવધામ સોસાયટી શેરીનં.૩માં રહેતા ભગીરથ જીતેન્‍દ્રભાઇ વ્‍યાસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હિરેનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ‘‘ પોતાના નાના બહેન નીધી બેનના પ્રથમ લગ્ન રાજકોટમાં રહેતા ઉદયભાઇ વ્‍યાસ સાથે થયા હતા. ેતેને સંતાનમાં એક ૭ વર્ષનો પુત્ર છે. નીધીબેનને તેના પતિ સાથે ઘરકંકાસના કારણે છુટાછેડા થયા હતા. ત્‍યરથી બહેન નીધીબેન પોતાની સાથે રહેતા હતા. અગાઉ રાજકોટ રણુજા મંદિર પાસે રહેતા હતા તે શેરીમાં રહેતા ભગીરથ સાથે તેને પ્રેમ સંબધ હોય જેથી બહેન નીધીબેને ભગીરથ સાથે મૈત્રી કરાર કરી તેની સાથે છેલ્લા એક વર્ષથી શીવધામ સોસાયટી શેરીનં.૩માં રહેતા હતા. તા.૧૮ના રોજ પોતે ઘરે હતા ત્‍યારે પોતાના માસીની દીકરીનો ફોન આવેલ તેણે  કહ્યું કે નીધીબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધો છે. તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. તેમ વાત  કરતા પોતે મામા, તથા કાકા સાથે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં આવેલ અને ત્‍યારે ત્‍યાં ફરજ પરના તબીબે બહેન નીધીબેનનું મૃત્‍યુ થયાનું જાહેર કર્યું હતું . બાદ પોતે બહેના આપઘાત પાછળનું કારણ જાણવા માસીની દિકરી પારૂલબેનને પુછતા તેણે જણાવ્‍યું હતું કે, નીધીબેન મારા ઘર પાસે ખરીદી કરવા આવતા ત્‍યારે મને વાત કરતા કે ‘‘ભગીરથ નાની વાતમાં દુઃખ ત્રાસ આપી માર મારતો હતો. અને આ મારકુટ સહન ન થતા નીધીબેન મારા ઘરે આવી જતા હતા. બાદ પોતે તેને સમજાવતા તે પોતાના ઘરે જતા રહેતા હતા. તા.૧૬ના રોજ ભગીરથ અને નીધીબેન વચ્‍ચે માથાકુટ થતા નીધીબેન પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા ત્‍યાં બંને વચ્‍ચે સમાધાન થયું હતું. તેમ વાત કરી હતી. આથી આ ભગીરથ વ્‍યાસ અવાર નવાર ખુબ જ દુઃખ આપતો હોઇ અને મારકુટ કરતો હોય તેથી નીધી બેને આ પગલુ ભર્યુ હતું. આથી પોતે આજીડેમ પોલીસ મથકમાં ભગીરથ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.આર. રાઠોડે તપાસ હાથ ધરી છે. 

(3:29 PM IST)