તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટ RTOની નવી પહેલઃ QR કોડ સ્કેન કરી RC બુક શોધીને લઈ જાઓ
વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૬૩૦૦ આર.સી.બુક રિટર્ન થઈઃ આર.સી. બુક મેળવવા માટે આધાર અને ચૂંટણી કાર્ડ લઈ આરટીઓ ઓફીસે રૂબરૂ આવવું જરૂરીઃ RTO કેતન ખપેડ

રાજકોટ, તા. રપ : ગુજરાતભરની આરટીઓ ફેસલેસ સુવિધા પુરી પાડે છે ત્યારે રાજકોટ આરટીઓ કચેરીએ વધુ એક નવી પહેલ કરી છે. વર્ષ ૨૦૨૨થી લઈને અત્યાર સુધીમાં આરટીઓ કચેરીએ કુલ ૬૩૦૦ આર.સી.બુક કોઈ કારણોસર પરત આવી છે તેને મેળવવા માટે આરટીઓ ઓફીસર કેતન ખપેડના માર્ગદર્શન હેઠળ એક કયુઆર કોડ સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે આ કયુઆર કોડ સ્કેન કરીને નાગરિક નંબર નાખીને આર.સી.બુક ચેક કરી શકે છે ત્યારબાદ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈને આરટીઓ કચેરીએ રૂબરૂ આવીને આર.સી.બુક મેળવી શકે છે. આરટીઓ કચેરીએ એડ્રેસનું વેરીફિકેશન બાદ જ આરસી બુક આપવામાં આવશે.
આરટીઓ ઓફીસર કેતન ખપેડે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો કયુઆર કોડ સ્કેન કરવું પડશે તેમાં એક એક્સેલ શીટ ખુલશે. જેમાં શીટ ૧માં જઈ વાહનનો નંબર સર્ચ કરી શકે છે જો તેમની આરસી બુક રિટર્ન આવેલી છે તો તેમાં જરૂરથી બતાવશે ત્યારબાદ આરટીઓ કચેરીએ ડોકયુમેન્ટ લઈને આરસી બુક મેળવી શકે છે.
(3:37 PM IST)










