News of Saturday, 25th May 2024
બસ કન્ડકટરની પ્રમાણિકતા

રાજકોટ કાલાવડ રૂટની બપોરની બસમાં ફરજ બજાવી રહેલ કન્ડકટર શ્રીમતી દક્ષાબેન જીતેન્દ્રભાઇ જોશી બે.નં.૭૩૬૩ ને બસમાંથી એક બીનવારસી લેપટોપ મળી આવ્યુ હતુ. તેઓએ કાળજી પૂર્વક આ લેપટોપ સંભાળી લઇ રાજકોટ ડેપોના એ.ટી.એસ. સમક્ષ જમા કરાવી દીધેલ. જયાં લેપટોપના મુળ માલિક આવી પહોંચતા ખાત્રી કરીને તેમને તેમનું લેપટોપ આપી દેવાયુ હતુ. બસ કન્ડકર દક્ષાબેનની પ્રમાણિકતાને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીરમાં મુળમાલિકને તેમનું લેપટોપ સુપ્રત કરતા બસ કન્ડકર દક્ષાબેન જોષી નજરે પડે છે.
(4:57 PM IST)










