<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

ઓર્ડર મુજબ પેમેન્‍ટ લીધા બાદ પાઇપનો માલ નહી મોકલી વેપારી ધવલભાઇ સાથે ઠગાઇ

રાજકોટ, તા., ૨૫: દુધસાગર રોડ ઉપર ઇલેકટ્રીકની દુકાન ધરાવતા વેપારીએ ઓનલાઇન પાઇપનો ઓર્ડર મુજબ પૈસા ચુકવ્‍યા બાદ માલ ન મોકલી વેપારી સાથે રૂા. ર૧,૩૧પની છેતરપીંડી આચરનાર શખ્‍સ સામે ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ આડો પેડક રોડ  પર લાખેશ્વર સોસાયટી શેરી નં. ૧રમાં રહેતા અને દુધ સાગર રોડ પર જીઇબીની ઓફીસની બાજુમાં ખોડીયાર ઇલેકટ્રીક નામની ઓફીસ ધરાવતા ધવલભાઇ પ્રાગજીભાઇ મેમડીયાએ થોરાળા પોલીસ મથકમાં મોબાઇલ નંબર ધારક પરેશ ત્રીવેદી સામે ફરિયાદ નોધાવી છે. ધવલભાઇ એ ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે ખોડીયાર ઇલેકટ્રીકલ નામની ઓફીસ ધરાવે છે. તા.૧૦/૪ના રોજ પોતાના મોબાઇલ ફોનમાંથી ઇન્‍ડીયા માર્ટ એપ્‍લીકેશન ઇસ્‍ટોલ કરી અને પોતે જે એપ્‍લીકેશનમાં હોડ ડીપ જીઆઇ પાઇપ સર્ચ કર્યાબાદ પોતાના મોબાઇલ ફોનમાં વોટસ એપમાં ત્રીવેદી મેટલ કંપની જેના ઓનર પરેશત્રીવેદીનો મોબાઇલનંબર માંથી પોતાના મોબાઇલ ફોનમાં પોતાને  તા.૧૦/૪ના રોજ તેણે કેટલોગ મોકલ્‍યુ હતું. જેમાંથી પોતે તા.૧૮-૪ના રોજ પોતે જરુરીયાત મુજબ હોટ ડીપી જીઆઇ પાઇપે પોતાને જરૂરીયાત મુજબ અલગ-અલગ સાઇઝના રૂા. ર૧,૩૧પની કિંમતના ર૩ર કિલો પાઇપની જરુરીયાત હતી. બાદ પોતે આ પરેશ સાથે ફોનમાં વાત થયા બાદ નક્કી થયા બાદ ઓર્ડર લખાવી અને રૂા. ર૧,૩૧પ ત્રીવેદી મેટલ કંપનીના એકાઉન્‍ટમાં જમા કર્યા હતા. પાઇપની ડીલેવરી તા.૧૯ થી ર૦-૪ ના રોજ કરવામાં આવશે તેવી પરેશ ત્રિવેદીએ વાત કરી હતી. ઓર્ડર મુજબ  માલ ન મળતા પોતે પરેશ ત્રીવેદીનો ફોનમાં સંપર્ક કરતા તે અલગ-અલગ બહાના કરતો હોઇ આથી પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ. આઇ.એચ.ટી.જીંઝાળાએ તપાસ હાથ ધરી છે

(4:59 PM IST)