તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 25th May 2024
રાજકોટ સિવિલ ખાતે આવેલા 27 મૃતદેહોના પી.એમ. પહેલા જરૂરી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ કામગીરી શરૂ.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે 27 મૃતદેહો લાવવામાં આવ્યા છે, જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે, આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. શ્રી ત્રાજિયાની આગેવાનીમાં 10 થી વધુ પોલીસની ટીમ ખડે પગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા પિતા અથવા ભાઈ બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.
(11:35 PM IST)










