News of Sunday, 26th May 2024
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 10 લોકોની અટકાયત :મૃત્યુઆંક 28 થયો
રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ

રાજકોટમાં TRP મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખૌફનાક ઘટના ઘટી છે. આ ઘટનામાં હાલના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે. હજુ આ આંકડો પણ વધી શકે તેમ છે. આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.
પોલીસે રાજકોટ ગેમ ઝોનના સંચાલક અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે.દરમિયાન આ દુર્ઘટના મામલે 10 લોકોની અટકાયત કરી છે આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને નિતિન જૈન મેનેજર હોવાનું બહાર આવ્યું છે.
(12:36 AM IST)










