News of Sunday, 26th May 2024
રાજકોટની ગેમઝોનની દુર્ઘટના પર દુઃખની લાગણી વ્યક્ત કરતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા
ગંભીર ઘટનાની ગંભીર નોંધ લઈ અને લાગતા વળગતા તમામ સામે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની ગંભીરતા લેવા તંત્રને તાકીદ સાથે મૃતકના પરિવારોજનોને સાંત્વના પાઠવી

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ઘટના અંગે હું અત્યંત દુઃખની લાગણી અનુભવ છું અને રાજકોટ શહેરમાં ગંભીર ગણાય તેવી આ ઘટનાને હું વખોડી કાઢું છું જ્યાં ક્યાં કોઈ પણ પ્રકારની ભૂલ કરનારા લોકો અને સંચાલકો જે ગંભીરતાથી આ ફાયર એનોશી વગર ગેમ ઝોન ચલાવી રહ્યા છે તેમની સામે પણ પગલાં ભરવા હું પણ રજૂઆત કરીશ અને આ મૃતક બાળકોને અને તેમના ઘરના સૌ સભ્યોને મારી હર્દય થી સાંત્વના પાઠવું છું અને આ દુઃખદ ઘડીએ રાજકોટના નાગરિક તરીકે આ ગંભીર ઘટનાની હું પણ ગંભીર નોંધ લઈ અને લાગતા વળગતા તમામ સામે કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની ગંભીરતા લય અને મૃતક પરિવારોજનોને સાંત્વના પાઠવું છું..તેમ વજુભાઈ વાળા .પૂર્વ ગવર્નર. કર્ણાટકએ જણાવ્યુ હતું
(12:48 AM IST)










