<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સિવિલમાં નવા પોસ્‍ટ મોર્ટમ રૂમનું ઉદ્દઘાટન નેતાના હાથે ન થઇ શક્‍યું!: તત્‍કાળ સાફસફાઇ કરી મૃતદેહો રાખવાની વ્‍યવસ્‍થા કરવી પડી

રાજકોટઃ સિવિલ હોસ્‍પિટલમાં એક પછી એક ભડથું થઇ ગયેલા મૃતદેહો આવતાં ગયા તેની નોંધ ઇમર્જન્‍સી વિભાગ અને પોલીસ ચોકીના રજીસ્‍ટરમાં થયા પછી પોસ્‍ટ મોર્ટમ રૂમ ખાતે આ મૃતદેહને લઇ જવામાં આવ્‍યા હતાં. આ વખતે અહિ મૃતદેહ રાખવાની જગ્‍યા ખુટી પડી હતી.  જુના પોસ્‍ટ મોર્ટમ રૂમની બાજુમાં જ નવો પોસ્‍ટમોર્ટમ રૂમ બનાવવામાં આવ્‍યો છે. આ પોસ્‍ટ મોર્ટમ રૂમનું ઉદ્દઘાટન હજુ કરવામાં આવ્‍યું નહોતું. કદાચ કોઇ નેતા કે પછી આગેવાનના હાથે એ થવાનું હશે. પરંતુ જે રીતે ભડથું થઇ ગયેલા મૃતદેહોની સંખ્‍યા વધી ગઇ તે જોતાં તત્‍કાળ આ નવા પોસ્‍ટ મોર્ટમ રૂમની સાફસફાઇ કરી દેવામાં આવી હતી અને તેમાં ભડથું થઇ ગયેલા મૃતદેહો રાખવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(11:09 AM IST)