<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

આગમાં બચી ગયેલા દક્ષ કુંજડિયાએ કહ્યું-કાચનો ગેઇટ હતો તેની ફરતે રબ્‍બરની પ્‍લેટ હતી તે ચોંટી જતાં ગેઇટ ન ખુલ્‍યો!

મેં ખુણાનું પતરૂ તોડી નાંખ્‍યું અને મારા સહિત ૧૫ લોકો બહાર નીકળી જતાં બચી ગયાઃ ગેમ ઝોનનો સ્‍ટાફ પણ અમારી સાથે લોક થઇ ગયો હતો

રાજકોટઃ અહિનાના ટીઆરપી ગેમ ઝોનના ગોઝારા અગ્નિકાનમાં બચી ગયેલા પ્રત્‍યક્ષદર્શી દક્ષ કુંજડિયાએ સમગ્ર ઘટનાની વિગતો જણાવતાં કહ્યું હતું કે હું અને મારો દસ વર્ષીય કઝીન ગેમ ઝોનમાંબોલિંગ કરવા માટે ગયા હતા. અમે બોલિંગ કરી રહ્યાં હતા ત્‍યારે આગ લાગી હતી. આ વખતે ત્‍યાંનો સ્‍ટાફ અમને ઇમરજન્‍સી એક્‍ઝિટ પાસે લઇ ગયો હતો. પરંતુ આગ ઇમરજન્‍સી એક્‍ઝિટ પાસે જ લાગી હતી. અમારો ઇમરજન્‍સી ગેટ અને એન્‍ટ્રી ગેટ બધુ બંધ થઇ ગયું હતું. અમારી પાસે બહાર નિકળવા માટે કોઇ ઓપ્‍શન ન હતું. આ પછી નજર કરતાં ખુણામાં પતરૂ દેખાતાં તે મેં તોડી નાખતાં હું અને બીજા ૧૫ લોકો બહાર નીકળી ગયા હતાં. નાના બાળકો ટ્રેમ્‍પોલિંગ પાર્કમાં હતા. બોલિંગમાં એન્‍ટ્રી અને એક્‍ઝિટ માટેનો એક જ ગેટ હતો અને એ ગઇટ કાચનો હતો, વળી તેમાં કાચ ફરતે રબ્‍બરની પ્‍લેટ લાગેલી હતી જે આગથી ગરમ થવાને કારણે ચોંટી ગઇ હતી અને તેના કારણે ગેઇટ ખુલી શકયો ન હતો. ત્‍યાં કોઇ ફાયર એક્‍સિકયુઝન હતા નહીં. તેમનો સ્‍ટાફ અમારી જોડે લોક થઇ ગયો હતો. ધૂમાડો એટલો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ગ્રાઉન્‍ડ ફલોર પર પેટ્રોલના કેન પડ્‍યા હતા અને વેલ્‍ડિંગનું કામ પણ ચાલુ હતું.

(11:10 AM IST)