News of Monday, 27th May 2024
આવી ઘટનાઓને રોકવા માટે આપણે પગલા વિશે વિચારવું જોઇએ, મને આશા છે કે ન્યાય મળશેઃ પરેશ ધાનાણી

રાજકોટ, તા., ર૭: કોંગ્રેસના નેતા અને રાજકોટથી કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા. તેઓએ કહયું કે હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તમામ ઘાયલોને નવુ જીવન મળે અને હું મૃતકો માટે પણ પ્રાર્થના કરૂ છું. આવી ઘટનાઓને રોકવા માટે આપણે પગલા વિશે વિચારવું જોઇએ. કંઇકની કમી હતી. આગામી દિવસોમાં મને આશા છેકે અમને ન્યાય મળશે
(11:51 AM IST)










