<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

વિરપુર જલારામના જીજ્ઞેશ ભોળફા-ગઢવી ૨૨ દિ'થી ગેમ ઝોનમાં બીજા માળે નોકરી કરતાં હતાં: પાંચ બહેનના એકના એક ભાઇ અને વૃધ્‍ધ માતાનો આધારસ્‍તંભ હતાં

દસ વર્ષના પુત્ર સાથે ડીએનએ મેચ થતાં મૃતદેહ સોંપાયોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૭: ગેમ ઝોનની આગ અનેક પરિવારના હર્યાભર્યા માળા વેરવિખેર કરી ગઇ છે. આજે ડીએનએ મેચ થયા બાદ જે ચાર મૃતદેહ સ્‍વજનોને સોંપવામાં આવ્‍યા તેમાં એક વિરપુરના જીજ્ઞેશભાઇ કાળુભાઇ  ભોળફા-ગઢવી (ઉ.વ.૩૪) પણ સામેલ હતાં. તેમના દસ વર્ષના દિકરા હર્ષ સાથે ડીએનએ મેચ થતાં તેમનો મૃતદેહ સોંપવા કાર્યવાહી થઇ હતી. કરૂણતા એ છે કે જીજ્ઞેશભાઇ હજુ બાવીસ દિવસ પહેલા જ ગેમ ઝોનમાં નોકરીમાં જોડાયા હતાં અને શનિવારના દિવસે અહિ લાગેલી આગ તેમને ભરખી ગઇ હતી.

વધુ માહિતી મુજબ જીજ્ઞેશભાઇ ભોળફા વિરપુરમાં કોળી સમાજની વાડી પાસે પરિવાર સાથે રહેતાં હતાં. તેમના પિતા હયાત નથી. પોતે પાંચ બહેનના એકના એક ભાઇ હતાં. એક બહેન દિવ્‍યાંગ છે. વૃધ્‍ધ માતા રામુબેનનો જીજ્ઞેશભાઇ એકનો એક આધારસ્‍તંભ હતો. જીજ્ઞેશભાઇના પત્‍નિનું નામ ખ્‍યાતીબેન છે. સંતાનમાં એક પુત્ર છે. સવારે જીજ્ઞેશભાઇનો મૃતદેહ સોંપવાની કાર્યવાહી થઇ ત્‍યારે સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(11:53 AM IST)