<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ગેમ ઝોનના વધુ એક ભાગીદાર રાહુલ રાઠોડની ધરપકડઃ ક્રાઇમ બ્રાંચમાં સામેથી હાજર થયો

ગેમ ઝોનના આગ કાંડમાં નોંધાયેલા ગુનામાં ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. સીટની પણ રચના કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાંચે અગાઉ યુવરાજસિંહ હરિસિંહ સોલંકી (રહે. ઢેબર રોડ ગોપાલનગર, ગોપાલ ચોક પાસે) તથા નિતીન મહાવીરપ્રકાશ લોઢા (રહે. યુનિવર્સિટી રોડ જલારામ ચોક પાસે)ની ધરપકડ કરી હતી. દરમિયાન ત્રીજો આરોપી જે કે ભાગીદાર છે તે રાહુલ લલીતભાઇ રાઠોડની આજે ધરપકડ કરવામાં આવી છે. તે સામેથી ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો હોઇ પુછતાછ શરૂ કરવામાં આવી છે. ડીસીબીની ટીમે ગઇકાલે યુવરાજસિહ હરિસીહ સોલંકી અને મેનેજર નીતિન જૈનની ધરપકડ કરી ડીવીઆર કબજે કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ પકડમાં આવી ગયેલ સુત્રધાર યુવરાજસિંહની પોલીસ દ્વારા આકરી પુછપરછ કરવામાં આવી હતી. પોલીસ સમક્ષ તેણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્‍યો હતો. દોષનો ટોપલો તેણે વેલ્‍ડીંગ કરતા અને હાલ નાસી છુટેલા ધવલ ઉપર ઢોળ્‍યો હતો.પોલીસ સમક્ષ પોતે મગરના આંસુ સાર્યા હતા.

(11:54 AM IST)