News of Monday, 27th May 2024
સિવીલ હોસ્પિટલમાં અમારાનામે લેભાગુ તત્વો બહારથી આવી દંગલનું વાતાવરણ ઉભુ કરે છેઃ કલેકટરને આવેદન
અમને બધા હક હિસ્સા મળે છેઃ જરૂર પડયે સાક્ષી તરીકે રજુઆતો કરીશુ

રાજકોટ તા.ર૭ : સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટ કર્મચારીઓએ કલેકટરને આવેદન પાઠવી કોન્ટ્રાકટ કર્મચારીને બધા હક હિસ્સા અંગે રજુઆત કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતુંક ે અમો રાાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ઘણા વર્ષોથી ફરજ બજાવીએ છીએ. અમોને મળતી સવલતોમાં મિનિમમ વેજીસ પ્રમાણે પગાર પી.એફ,. ઇ.એસ.આઇ.સી.નો લાભ મળે છે. તેમજ મૃત્યુ સમયે મળવા પાત્ર લાભો પણ મળે છે અમારા નામ પર લે ભાગુ તત્વો બહારની બાજુથી હોસ્પિટલમાં આવી દંગલનું વાતાવરણ ઉભુ કરે છે. તેમજ અમારા કર્મચારીઓના નામે ખોટી રીતે રજુઆત કરી આપને તેમજ અન્ય અધિકારીઓને દબાવવાના પ્રયત્ન કરે છે તો અમારી વિનંતી છે કે કયાય પણ અમારા સ્ટાફની સાહેદોની જરૂર પડે અમે રજુઆત કરવા તૈયાર છીએ. વધુમાં અમોને કોન્ટ્રાકટરે અધિકારી દ્વારા કોઇપણ પ્રકારની મુશ્કેલી નથી તો અમારી આ લાગણી આપને વિદિત થાય.
(2:48 PM IST)










