<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

TRP ગેમ ઝોનની ભયાનક ઘટનાથી કલેકટર પ્રભવ જોષી ભારે હતપ્રભઃ એકદ્દમ ઇમોશનલ બની ગયાઃ મૃતદેહો તથા ૬ લાખની સહાય અંગે સિવીલ-એઇમ્સ ખાતે અધીકારીઓ દોડાવ્યા

રાજકોટ કલેકટર શ્રી પ્રભવ જોષી ભારે ઇમોશનલ વ્યકિતત્વ ધરાવે છે. TRP ઝોનની ભયાનક ઘટનાથી તેઓ અત્યંત દુઃખી અને હતપ્રભ બની ગયા છે. આમ છતાં તેમાંથી બહાર આવી ધડાધડ નિર્ણયો લીધા છેઃ આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં શ્રી પ્રભવ જોષીએ જણાવેલ કે મૃતદેહો ઝડપથી તેમના પરીવારજનોને સોંપાય તેમજ તમામની વિગતો મળી જાય અને ઝડપથી ૬ લાખની સહાય ચૂકવાય તે માટે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમારને સિવીલ હોસ્પિટલ ખાતે તો એઇમ્સ ખાતે મામલતદાર કાકડીયાને મોકલ્યા છે. તેઓ તમામ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે.

(3:32 PM IST)