<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

બેડલાના ખેડૂત પરિવારોનું કલેકટરને આવેદન: સર્વે નંબર રેગ્યુલાઇઝ કરી જમીન જુની શરતમાં ફેરવવા કાર્યવાહી કરો

૪૩ ખેડૂતો પરિવારોની રજુઆત: ર૦૧૭ થી આ મામલો અટકેલો છે: કામો પુરા થતા નથી

 

રાજકોટ, તા. ર૭:  રાષ્ટ્રીય દલિત અધીકાર મંચે રાજકોટ તાલુકાના બેડલા ગામના ખેડૂતોને સાથે રાખી કલેકટરને આવેદન પાઠવી. ગરીબો પરિવારને આપેલ ખેતીની જમીન રેવન્યુ સર્વે નંબર સરત ચુકથી મામલતદાર કચેરી રાજકોટ તરફથી રેકર્ડ આપવામાં આવેલ નોંધમાં થયેલ ભૂલચૂકના કારણે શરત ભંગનો કેસ પરત ખેંચી લેવામાં આવેલ છે. સર્વે નંબર રેગ્યુલર રાઇઝ કરી જમીન નવીમાંથી જુની શરતમાં ફેરવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમર્યુ હતું કે,  ે અમો બેડલા ગામે વસવાટ કરતા ગરીબ પરિવારો વિવિધ સમાજના જેવા કે, અનુસૂચિત જાતિ, ભરવાડ, કોળી દેવીપુજક વાલ્મિકી વગેરે સમાજના સૌ લોકો એક સંપથી શાંતિથી ભાઈ ચારાની ભાવનાથી સૌ સાથે રહીએ છીએ અને ગુજરાત ચલાવવા ખેતીનો વ્યવસાય કરીએ છીએ, જે તે સમયાંતરે અમારા ગામમાં ઈ.સ. ૧૯૬૨ અને ઈ.સ.૧૯૬૪ ગામમાં વસતા ગરીબ પરિવારને ગુજરાત ચલાવવા માટે સરકાર દ્વારા સાથણીમાં ત્રણ/ત્રણ, ચાર/ચાર એકવાર જમીન આપવામાં આવેલ આ તમામ પરિવારો અત્યંત ગરીબ અને અભણ હતા જે તે સમયે આવા ગરીબ પરિવારોને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી ફાળવણીના સમયથી આજ સુધી આ તમામ પરિવારો અને તેમના વારસદારો આ જમીનનો કબજો અને ભોગવતો કરે છે અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે જે તે સમયે ગ્રામ પંચાયત કે મામલતદાર કચેરી રાજકોટ તરફથી રેકર્ડમાં નોંધ પાડવામાં આવી અને નોંધ પાડવામાં જે તે સમયે નોંધ કરવામાં આવેલી જે તે રેવન્યુ સર્વે નબરમા ફાળવવામાં આવેલ જમીનના સર્વે નંબર ભૂલ કરેલ નોંધ કરવામા આવેલ જેનો ભોગ અમો ગરીબ અને નિર્દોષ ખેડૂતો બન્યા હતા. અમારી ઉપર સુરત ભંગનો કેસ દાખલ કરવામાં આવેલ હતો અમો ગરીબ ખેડૂત પરિવારો પર જે શરતભંગનો કેસ હુ થયેલ એમના પર અવલોકન કરી અમોને ન્યાય મળેલ તમામ ચકાસણી કરીને કેસ હટાવવામાં આવેલ હતો એ જે તારીખ ૯ મી ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ કેસ હટાવી નાયબ કલેકટર પી.આર.જાની  દ્વારા જમીન રેગ્યુલર સાઈજ  કરી આપવામાં સૂચના આપવામાં આવેલ પરંતુ આજ દિન સુધી કામો પૂરા થયેલ નથી તો અમો ગરીબ ખેડૂત પરિવારોની  સમક્ષ અરજ છે કે અમો ખેડૂતોની જમીન સર્વે નંબર રેગ્યુલર રાઈઝ કરીને અમો જે જગ્યાએ ખેતી કરી રહ્યા છીએ એ જ જગ્યાએ રેગ્યુલર કરીને નવી શરતમાંથી જૂની શસ્તમાં જમીન ફેરવવામાં આવે અમો કુલ  ૪૩ ખેડૂત પરિવારો છીઅ તેમ આવેદનમાં ઉમેરાયું છે.

(3:57 PM IST)