<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

સસ્‍પેન્‍ડ થયેલ વોર્ડ ઇજનેર જયદીપ ચૌધરીની બે મહિના પહેલા જ બદલી થયેલ

પાડાના વાંકે પખાલીને ડામ... જેવો ઘાટ :આસી. ટાઉન પ્‍લાનર ગૌતમ જોશીને પણ ૬ મહિનાની વોર્ડ નં.૧૦માં એ.ટી.પી.ની જવાબદારી મળી હતી

રાજકોટ : ટીઆરપી ગેમ ઝોનનું સ્‍ટ્રકચર મંજુરી વિના સ્‍થળની ખરાઇ સહિતની  બાબતોમાં બેદરકારી બદલ મનપાના ૩, માર્ગ અને મકાન વિભાગના ર તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર સહિત કુલ ૭ અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

મનપા કચેરીમાં ચર્ચાતી વિગત મુજબ પાડાના વાંકે પંખાલીને ડામ જેવો ઘાટ  સર્જાયો છે. કારણ કે સસ્‍પેન્‍ડ  થયેલ મનપાના એટીપી ગૌતમ જોશીને ડે. મારૂના પહેલા જ વોર્ડ નં.૧૦ના એ.ટી.પી. તરીકે જવાબદારી મળી હતી.

જયારે વોર્ડ ન઼.૧૦ના જયદીપ ચૌધરીની વોર્ડ ઇજનેર તરીકે બે મહિના પહેલા જ બદલી થવા પામી હતી.

(5:18 PM IST)