News of Monday, 27th May 2024
અગ્નિકાંડના મૃતકોને રાજકોટ બાર એસો. ફેમેલી કોર્ટ, ન્યાયાધીશો દ્વારા શ્રધ્ધાંજલી

રાજકોટ તા. ૨૭ : શહેરમાં તા. ૨૫નાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની કરૂણ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે રાજકોટ બાર એસો. ના તમામ સભ્યોએ આજે અર્જન્ટ સિવાયની તમામ કાર્યવાહીથી દૂર રહેવાનુ ઠરાવેલુ છે. કોઈપણ વકીલની ગેરહાજરીમાં કોઈપણ કેસમાં વોરંટ કે હક્ક બંધ કરવાની કાર્યવાહીને મોકૂફ રાખીને તમામ લાગતા વળગતા કેસના પ્રોસીડિંગસ એજ પ્રકારે રાખવાનો હુકમ ન કરવા કોર્ટને વિનંતી કરે છે. તેમજ બાર એસોસિયેશન દ્વારા ઉઘડતી કોર્ટે દિવંગતો આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવા જુડીશ્યરી ઓફિસરો અને બાર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સિનિયર જુનિયર વકીલો ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધા સુમન પાઠવી હતી .તેમજ ફેમિલી પોર્ટ ખાતે ઇન્ચાર્જ જજ પટેલ, ચૌહાણ અને તમામ સ્ટાફ તેમજ એડવોકેટ સી.એમ. દક્ષિણી, દિલીપભાઈ જોશી, આર.બી. ભટ્ટ, શંકુતલાબેન પરમાર, ઘનશ્યામભાઈ અકબરી, અજયભાઈ ચાંપાનેરી અને સુધાબેન ચોવટીયા સહિતના એડવોકેટ દ્વારા શ્રદ્ધાંજલિ અપી બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું .
(4:12 PM IST)










