<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

‘ગેરકાયદે' ટીઆરપી ગેમ ઝોનને ‘કાયદેસર' કરવા ઇમ્‍પેક્‍ટમાં મંજૂરી માંગી હતી જેને નામંજુર કરાઇ પણ પગલા ન લીધા!

ફાયર શાખાની એનઓસી ન હોવાના કારણે અરજી ફગાવાઇ હતીઃ તત્‍કાલીન વોર્ડના એટીપી દ્વારા નોટીસ પાઠવાઇ છતા કેમ કાર્યવાહી નહી ? : સો મણનો સવાલ

રાજકોટ તા.ર૭ : શહેરને કાળી ટીલી લગાડતી ટીઆરપી  ગેમઝોનની ઘટના અંગે રોજબરોજ નવા ખુલાસાઓ થઇ રહયા છે. ત્‍યારે ૩ર લોકોના જીવ લેનાર આ કાળમુખા ગેમઝોનના ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા ઇમ્‍પેકટ ફીનો આશરો લેવાયો હોવાનો ઘટસ્‍ફોટ પણ થયો છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામ દુર કરવા નોટીસ પણ પાઠવાઇ હતી.

મનપાના સુત્રોમાંથી મળતી માહિતી દ્વારા  ટીઆરપી ગેમઝોનના માલીકો તથા સંચાલકો દ્વારા બાંધકામને કાયદેસર કરવા ઇમ્‍પેકટ ફી ની યોજના  હેઠળ કાયદેસર કરવા અરજી પણ કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા અરજી ફગાવી દેવામાં આવી હતી.

જાણવા મળેલ માહિતી મુજબ ટીઆરપી ગેમઝોન દ્વારા ઇમ્‍પેકટ યોજનામાં બાંધકામને કાયદેસરન  કરવાની અરજી કરવામાં આવી હતી. પરંતુ સબંધીત વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર એનઓસી ન હોવાના કારણે અરજી ફગાવી ફાયર એનઓસી લાવવા માટે જણાવાયું હતુ.

મનપા તંત્રને ગેરકાયદે બાંધકામ અંગે જાણ  હોવા છતા કોઇ કેમ પગલા લેવાયા નથી તે લોકમુખે તથા તંત્રની લોબીમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

.પરાંત આ ગેરકાયદે બાંધકામને દુર કરવા વોર્ડ નં.૧૦ના તતકાલીન એટીપી દ્વારા નોટીસ પણ ફટકારી હોવાનું કોર્પોરેશન  લોબીમાં ચર્ચાય રહયુ છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ પગલા કેમ ન લેવાયા તે સો મણનો સવાલ બની ગયો છે.

(4:16 PM IST)