News of Monday, 27th May 2024
૩૦ વ્યકિતઓના જીવ કમલમ્માં પહોંચતા હપ્તાના કારણે ગયા છે : વિરોધપક્ષના નેતા અમિત ચાવડા
બે દિવસ પહેલા ગેમઝોનમાં બનેલા આગના બનાવને ગંભીરતાથી લેવાયો હોત તો ૩૦-૩૦ નિર્દોષ હોમાયા ન હોત ભાજપના સિનીયર મોસ્ટ આગેવાન અને પુર્વ ગર્વનર વજુભાઇ વાળાએ કહ્યું કે, વહેવારથી જ બધુ ચાલે છે, વહેવાર એટલે નાણા કહેવાયઃ ૩-૪ માછલીઓને પકડી મગરમચ્છોને છોડી ન દેતા

રાજકોટમાં જે ગોઝારો બનાવ બનવા પામેલ છે તે ૩૦ પરિવારો બાળકો સાથે જીવ ગુમાવે તે તમામને દુઃખ સહન કરવાની શકિત આપે રાજકોટમાં અગ્નિકાંડમાં ૩૦ વ્યકિતઓના જીવ ગયા કમલમમાં પહોંચતા હપ્તાના કારણે જીવ ગયા છે સરકારની ગુનાહિત બેદરકારીને કારણે જીવ ગયા છે.
મોરબી તક્ષશિલા વડોદરા અને હવે રાજકોટની જે ઘટના ઘટી છે તેમાં મુખ્ય વ્યકિતઓને થોડી સહાય કરી એસઆઇટીની રચના કરી આ બનાવ ભૂલી જવામાં આવશે આ સરકાર આ પ્રકારના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલ હોય પુરવઠા અધિકારીની પણ જવાબદારી બને છે ટીપી અને તમામ રોજીંદી કલેકટર કચેરી કમિશનર તમામ બાબતોને રેગ્યુલર તપાસ થવી જોઈએ જે થઈ નથી ગેરકાયદેસર ચાલતું હોવા છતાં કોઈ અટકાવનાર નથી. બે દિવસ પહેલા પણ આગનો બનાવ બનેલ હતો પરંતુ તંત્ર ન જાગતા આ પ્રકારની ઘટના બની છે કમિશન ઉપર સુધી પહોંચાડવામાં આવે છે. વજુભાઈ એ કહ્યું કે વહેવારથી જ આ બધું ચાલે છે વહેવાર એટલે નાણાં કહેવાય.
ત્રણ ચાર માછલા પકડી મગરમચ્છો ને છોડી પડદો પાડવાનો ઙ્કયાસ થયો છે તમામ અધિકારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવે સરકાર હાલ ફરિયાદી બની છે પરંતુ જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે તેવા લોકોને પણ ફરિયાદ કરવાની તક મળે જે પગલે કોર્ટમાં કેસ ચાલે ત્યારે આરોપીઓ ને સજા પડી શકે એસઆઇટી મેયર અને કમિશનર સામે ગુનો દાખલ કરે આ દુખદ બનાવને મૃત્યુ પામનારને શોકાંજલિ પાઠવીએ છીએ.
(4:19 PM IST)










