<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

વધુ ત્રણ મૃતદેહના ઓળખાયાઃ વિરેન્‍દ્રસિંહ જાડેજા, પુત્ર ધર્મરાજસિંહ અને ભત્રીજી દેવર્ષીબાના મોતથી કાળો કલ્‍પાંત

જામનગર રોડ ગંગા જમુના એપાર્ટમેન્‍ટમાં રહેતાં હતાં: આખો પરિવાર ગેમ ઝોનમાં ગયો હતો : બપોરે ડીએનએ મેચ થયાનો રિપોર્ટ આવતાં મૃતદેહ સોંપવા તજવીજઃ વિરેન્‍દ્રસિંહ અને પત્‍નિ, પુત્રને ગેમ ઝોનમાં જવું ન હોઇ કેન્‍ટીમાં બેઠા હતાં: પુત્ર, ભત્રીજી અને સાઢુના પુત્રને બચાવવા ગયા અને પોતે પણ ભોગ બન્‍યાઃ પત્‍નિ બેશુધ્‍ધ થતાં બચી ગયા હતાં

રાજકોટ તા. ૨૭: ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી આગ ૩૦ નિર્દોષ જીવને ભરખી ગઇ છે. બળીને ભડથું થઇ ગયેલા મૃતદેહોના ડીએનએ ટેસ્‍ટ કરી ઓળખવિધી કરવાની શરૂઆત થઇ હોઇ આજે સવારે ૪ મૃતદેહ ઓળખાયા બાદ બપોર બાદ વધુ ત્રણ મૃતદેહોના ડીએનએ મેચ થતાં પરિવારજનોએ સોંપવાની તજવીજ થઇ હતી. કરૂણતા એ છે કે આ ત્રણેય હતભાગી એક જ પરિવારના હતાં. જેમાં પિતા, પુત્રી અને ભત્રીજીના મૃતદેહ હોવાનું જાહેર થતાં જામનગર રોડ ગંગા જમુના એપાર્ટમેન્‍ટમાં રહેતાં જાડેજા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બપોરે વધુ ત્રણ મૃતદેહ ઓળખાયા છે. જેમાં વિરેન્‍દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ.૪૪), તેમના દિકરા ધર્મરાજસિંહ વિરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૫) અને ભત્રીજી દેવર્ષીબા હિતેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૧૫)નો સમાવેશ થાય છે. ઉનાળુ વેકેશન હોવાના કારણે સાળા અને સાઢુ ભાઈનો પુત્ર રાજકોટ આવ્‍યા. તે તમામને લઈ જીટીપીએલ કેબલનું કામ ધરાવતાં વીરેન્‍દ્રસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે ગેમઝોનમાં ગયા. વીરેન્‍દ્રસિંહ તેમનાં પત્‍નિ અને પુત્રીને ગેમઝોનમાં જવું ન હતું જેથી આ ત્રણેય કેન્‍ટિનમાં બેઠા. પુત્ર, ભત્રીજી, સાળા, સાઢુભાઈનો પુત્ર ગેમઝોનમાં ગયા. થોડી જ મિનિટોમાં આગ ભભૂકી ઊઠી. આ બિહામણું દેશ્‍ય જોઈ વીરેન્‍દ્રસિંહ અને તેમનાં પત્‍નિ દોડીને બચાવવા ગયા. જ્‍યાં ગુંગણામણ થવાથી પત્‍નિ બેભાઈ થઈ ગયાં હતાં. પતિ વિરેન્‍દ્રસિંહ બચાવ કામગીરીમાં ગયા ત્‍યાં લાપતા થઈ ગયા. આમ, આ પરિવાર ઘડીના છઠ્ઠા ભાગમાં  હતો ન હતો થઈ ગયો.

વીરેન્‍દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. ૪૪), તેમનાં પત્‍નિ જિજ્ઞાબા (ઉ.વ. ૩૭), પુત્રી દેવ્‍યાનીબા (ઉ.વ.૨૦), પુત્ર ધર્મરાજસિંહ (ઉ.વ.૧૫) ભત્રીજી દેવાંશીબા/દેવર્ષીબા હિતેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૧૫), સાઢુ ભાઈનો પુત્ર રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.વ.૧૨) અને સાળાઓમદેવસિંહ રાજેન્‍દ્રસિંહ ગોહીલ (ઉ.વ.૩૫) ગેમઝોનમાં ગયા હતા. સાંજે લગભગ સાડા ચાર વાગ્‍યે આ પરિવારે ગેમઝોનમાં પ્રવેશ મેળવ્‍યો. ત્રીસેક મિનિટ પછી એકાએક આગ ભભૂકી ઊઠી. કેન્‍ટિનમાં બેઠેલા વીરભદ્રસિંહે જોયું એ સાથે જ તે તમામને બચાવવા દોડયા. એમની સાથે તેમનાં પત્‍ની જિજ્ઞાબા પણ દોડયા. જેમાંથી જિજ્ઞાબા ગુંગણામણના કારણે બેભાન થઈ જતાં તેમને સારવારાર્થે એક ખાનગી હોસ્‍ટિપલમાં ખસેડાયાં હતાં. જ્‍યાં તેમની તબિયત સારી હતી. દરમિયાન આજે બપોરે વિરેન્‍દ્રસિંહ, પુત્ર અને પુત્રીના ડીએનએ મેચનો રિપોર્ટ આવતાં મૃતદેહો સ્‍વજનને સોંપવામાં આવતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(4:58 PM IST)