<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

‘બાગી અલબેલે' નાટક કદાચ રાજકોટના ઇતિહાસમાં સૌથી મોંઘુ છે પણ ટિકિટ એકદમ સસ્‍તી છે

કલાપ્રેમી જનતા હવે જલ્‍દી ટિકિટ બુક કરાવજો : ટિકિટ ૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશો

રાજકોટ : શું તમને કોમેડી અને હ્યુમર વચ્‍ચેનો ભેદ ખબર છે?! કોમેડી એ ‘પ્‍લાન કરેલુંᅠમનોરંજન' છે જયારેᅠહ્યુમર તો કોઈ પણ પ્રયત્‍ન વગર રચાય છે ! કોમેડી કરવી પડે છે જયારેᅠહ્યુમર just  happens ! જેનાથી સાહજિક પણેᅠ હસવું આવે તેᅠહ્યુમર અને ‘બાગી અલબેલે' આવું જ હ્યુમરસ નાટક છે ! અહીં સિચ્‍યુએશન હસાવે છે , કોઈ સસ્‍તા જોક્‍સ કે એસેમેસીયા પંચ નહિ ! તો આવો છો ને ખરેખર હસવા?!ᅠ

વિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ કોઈ નાટક લાવતુંᅠહોય તો જેવું તેવું તો ના જ હોય ને ! અત્‍યાર સુધીના આદિત્‍ય ગઢવી અભિનીત વીજળી , પ્રતીક ગાંધી અભિનીત મોહનનો મસાલો, સૌમ્‍ય જોશી દિગ્‍દર્શિત આજ જાનેકી ઝિદ ના કરો , અકૂપાર, સમુદ્રમંથન, પાડાની પોળ , ઉર્દુ મુશાયરાઓᅠવગેરે ને આપ સહુ એ દિલથી માણ્‍યાᅠ કારણકેᅠવિદેહી લાવે તો કૈક ક્‍વોલિટી જ હોય.ᅠ

બાગી અલબેલે એટલે નાટકની અંદર નાટક.ᅠફૂલ કોમેડી, પરફેક્‍ટ ટાઈમિંગ , બેસ્‍ટ પંચ અને સુપર્બ બોલિવૂડ , હોલિવુડ કાસ્‍ટ. એકદમ સચોટ કોમ્‍બિનેશન છે ટિકિટ બુક કરાવવા માટે જલ્‍દી કરજો. બાગી અલબેલે ની ટિકિટ માત્ર રૂ. ૩૦૦થી શરૂ. સરકારશ્રી એ આદેશ આપ્‍યો છે કે કલાકારો એ સરકારની વિરૂદ્ધ ભડકાવતાᅠઅથવા અનાદર કરતા નાટકોᅠકરવા નહિ . કોઈ પણ એવી પ્રવૃત્તિ કરવી નહિ જેમાં સરકારનાᅠનિયમો ને , પ્રથાઓનેᅠકે પરંપરાઓને ચેલેન્‍જ થાય . પરંતુ કલાકારો માટે તો આ તેઓની સ્‍વતંત્રતા છીનવી લેવા જેવું થયું ! માટે ભરતમુનિᅠથિયેટરના કલાકારો એક એવું નાટક તૈયાર કરે છે જેમાં સરકારનોᅠછડેચોક વિરોધ હોય પણ આ નાટક ભજવતા પહેલા સરકારી માણસોᅠતેને અટકાવવા આવી જાય છે અને પછી રચાય છે ભરતમુનિ થિયેટર ના કલાકારો અને સરકારી કર્મચારીઓ વચ્‍ચે ની સંતાકૂકડી !ᅠ

નાટક એકદમ સિચુએશનલᅠકોમેડી છે . પરિસ્‍થિતિઓᅠહાસ્‍ય પેદા કરે છે. વળી નાટકમાં એવડી મોટી સેલેબ્રીટી કાસ્‍ટ છે. જે લોકો એ અનેકાનેક હિન્‍દી બોલિવૂડ ફિલ્‍મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. રાજકોટ, આવા નાટકો ચૂકવાનાᅠજ જોઈએ. પછી ફરી આવા નાટકો ક્‍યારે થાય રાજકોટમાં તે ખબર નહીં ! માટે ટિકિટ જલ્‍દી બુક કરાવજો.

નાટકનો એક માત્ર પ્રયોગ, ૮મી જૂન શનિવાર, રાત્રે ૯.૩૦ એ થવા જઈᅠ રહ્યો છે. જો હજુ પણᅠટિકિટ બુકના કરાવી હોય તો હવે ઉતાવળ રાખજો.ᅠનાટકની પ્રીમિયમ ટિકિટો ખુબ ઝડપથી બુક થઇ રહી છે.ᅠઆ નાટકની ટિકિટ ફક્‍ત રૂપિયા ૩૦૦ થી શરૂ થાય છે.

ટિકિટ માટે કોલ ૯૦૨૩૨ ૮૨૪૦૭ અથવા બુકમાઇશોᅠએપ.ᅠ

ᅠવિદેહી એન્‍ટરટેઇન્‍મેન્‍ટ અને લિટ્ટલ એંજલ ડાયપર આયોજિત આ નાટકને અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનું પથદર્શન તથા સમગ્ર અકિલા પરિવારનો સાથ સાંપડ્‍યો છે. નાટકના આધાર સ્‍તંભો - અદાણી મસાલા, એપલ બેસન, ધ મિલી બાય પ્રભુ ગ્રુપ, અન્નપૂર્ણા યુનિવર્સલ ફૂડ, આટોમાઇઝ ઘરઘંટી, તિરૂપતિ કુરિયર, ફેવરીટો રારા પ્રીમિયમ વોટર, જય ગણેશ ઓટો, અર્જુન જવેલર્સ, ફ્રીગો પ્રીમિયમ એનર્જી ડ્રીંક, સરાઝા હોટેલ ᅠઅને ગ્‍લોબલ પબ્‍લિસિટીᅠᅠછે તથા ટ્રાવેલ પાર્ટનર હોબો કેબ્‍સ અને હોસ્‍પિટાલિટી પાર્ટનર ફિનિક્‍સ રિસોર્ટ છે

(11:40 AM IST)