News of Wednesday, 29th May 2024
શાપરમાં વાહન સરખુ ચલાવવા મામલે જીતેન્દ્ર બારડને છરી ઝીંકાઇ
અજાણ્યા શખ્સે ઝઘડો કરી હુમલો કર્યાનું કથનઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળમાં વાહન સરખુ ચલાવવા મામલે બોલાચાલી કરી એક યુવાનને અજાણ્યા શખ્સે બેઠક પર છરીનો ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શ્રીજી ફેક્ટરી નજીક રહેતો અને કારખાનામાં કામ કરતો જીતેન્દ્ર લક્ષમણભાઇ બારડ (ઉ.વ.૨૬) સાંજે આઠેક વાગ્યે બાઇક હંકારીને શાપર સર્વોદય સોસાયટીમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અજાણ્યો શખ્સ ચાલીને જતો હોઇ તેની નજીકથી ટર્ન લેતાં તેણે સરખુ વાહન ચલાવ તેમ કહી ઝઘડો કરી છરીથી હુમલો કરી બેઠક પર ઘા ઝીંકી દેતાં રાજકોટ સારવાર માટે ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે શાપર પોલીસને જાણ કરી હતી.
(12:23 PM IST)










