તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 29th May 2024
TRP ગેમ ઝોનમાં હજારો લીટર પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે રાજકોટ પુરવઠા ખાતુ તથા સપ્લાય કરનાર ઓઇલ કંપની જવાબદાર
૩ હજાર લીટર પેટ્રોલ-ડીઝલનો જથ્થો પહોંચ્યો કેવી રીતેઃ કોની પરવાનગી હતીઃ કયારથી જથ્થો સપ્લાય થતો હતોઃ તપાસ કરવા માંગણી... : આ ઘટના અંગે DSO-મામલતદાર-પુરવઠા-રેવન્યુ સ્ટાફની જવાબદારી નકકી કરી તમામને બરતરફ કરોઃ ગુન્હાઓ નોંધો : કોંગ્રેસનો કલેકટરની ચેમ્બરમાં હલ્લાબોલઃ ભાજપ વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારઃ ન્યાય આપોની માંગણીકલેકટરનો નિર્દેશઃ પુરવઠાની તપાસ ચાલુ છેઃ ટુંક સમયમાં રીપોર્ટ આવી જશેઃ એકશન લેવાશે

રાજકોટ શહેર કોંગ્રેસે TRP ગેમ ઝોન અંગે કલેકટરને આવેદન પાઠવ્યું હતું તે નજરે પડે છે.
રાજકોટ તા. ર૮: રાજકોટ શહેર કોંગ્રેસે કલેકટરની ચેમ્બરમાં ભાજપ હાય હાય...ન્યાય આપોના સુત્રોચ્ચાર કરી હલ્લા બોલ મચાવી કલેકટરને આવેદન પાઠવી તા. રપ-૦પ-ર૦ર૪ TRP ગેમ ઝોન અગ્નિકાંડ સમયે હજારો લીટર પેટ્રોલ-ડીઝલ અને જવલંતશીલ પદાર્થનો જથ્થાો બીનઅધિકૃત રીતે સંગ્રહિત થયેલ જે બાબતે જિલ્લા પુરવઠા વિભાગ અને સંબંધિત કંપનીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેરાયું હતું કે, TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં થોડી મિનિટો માત્રમાં ભયાનક અગ્નિ (આગ લાગવા) માટે જવાબદાર TRP ગેમ ઝોનના સંચાલકો દ્વારા બીનઅધિકૃત રીતે બનાવના સ્થળે સંગ્રહિત કરવામાં આવેલ હજારો લીટર પેટ્રોલ-ડીઝલ અને પ્રતિબંધિત નેપ્થા જેવું જવલનશીલ પદાર્થ જવાબદાર છે. ત્યારે આ બાબતે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓની ફરજ બેદરકારી અને આ જવલશીલ પેટ્રોલ-ડીઝલ જેવા પદાર્થો સપ્લાય કરનાર કંપનીઓની ગુનાહિત બેદકારી સામે આવી છે ત્યારે આપેલા મુદ્દાઓ આપના ધ્યાન ઉપર મૂકી ત્વરીત પગલાઓ ભરવા અમારી રજૂઆત છે.
(૧) કોઇપણ પેટ્રોલ પંપે બોટલમાં છુટુ પેટ્રોલ આપવાની સખત મનાઇ છે ત્યારે ૩,૦૦૦ લીટર જેટલો પેટ્રોલ-ડીઝનો જથ્થો આ ગેમ ઝોનમાં કઇ રીતે પહોંચ્યો તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.
(ર) જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ TRP ગેમ ઝોનને આવો જવલનશીલ પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગ્રહીત કરવા માટેની કોઇ પરવાનગી આપવામાં આવી હતી ખરી? તે બાબતની પુરવઠા વિભાગનેકોઇ જાણ હતી ખરી? તે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
(૩) આ TRP ગેમ ઝોન જે પેટ્રોલ-ડીઝલનો જથ્થો સંગ્રહિત કરવામાં આવયો હતો જે ર૮ થી વધારે જિંદગીઓને ભરખી જવાનું મુખ્ય કારણ બન્યું છે તે જથ્થો કોઇ કંપની દ્વારા કયારથી કયાં વાહનો મારફત સપ્લાય કરવામાં આવતો હતો તે બાબતની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.
(૪) આ TRP ગેમ ઝોનમાં સંગ્રહિત પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે પુરવઠા અધિકારી સંબંધીત મામલતદાર તેને સંલગ્ન પુરવઠાનો સ્ટાફ અને રેવન્યુ઼ વિભાગના જે તે વિભાગનાં કર્મચારીની જવાબદારીસ નકકી કરી તાત્કાલીક ધોરણે તેમને બરતરફ કરવામાં આવે અને તેમની સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનોદ દાખલ કરવામાં આવ.ઉપરોકત વિષય-મુદ્દાઓને ધ્યાને લઇ જિલ્લા સમાહર્તા અને કલેકટરશ્રી તરીકે આપની પણ નૈતિક જવાબદારી અને ફરજ બને છે જે પણ ધ્યાને લઇ નિયમોનુંસાર કાર્યવાહી કરવા અને આપના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની અમોને લેખીતમાં જાણ કરવા વિનંતી છે. કોંગ્રેસના આવેદન બાદ કલેકટરે જણાવ્યું હતું કે, પુરવઠાની તપાસ ચાલુ છે, ટુંક સમયમાં રીપોર્ટ આવ્યે એકશન લેવાશે.
(3:15 PM IST)










