<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગેમ ઝોનની જગ્‍યાના માલિક કિરીટસિંહ જાડેજા આઠ દિવસના રિમાન્‍ડ ઉપર

રાજકોટ તા. ૨૯:  નાના મવા રોડ મોકાજી સર્કલ પાસેના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ અંગે સાપરાધ મનુષ્‍યવધ સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં ક્રાઈમ બ્રાંચે ઝડપી અગાઉ ઝડપી લીધેલા ત્રણ આરોપીના ૧૪ દિવસના અને ચોથા આરોપીના ૧૩ દિવસના રિમાન્‍ડ મંજુર થયા બાદ પાંચમા આરોપી ગેમ ઝોનની જગ્‍યાના માલિક એવા નાના મવાના કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરવામાં આવતાં ૮ દિવસના રિમાન્‍ડ મંજુર થયાનુ જાણવા મળે છે.

સરકાર તરફે રોકાયેલા સ્‍પેશિયલ પી.પી.શ્રી તુષાર ગોકાણીની દલીલો, રજૂઆતો કરી હતી. જે માન્‍ય રાખી અદાલતે કિરીટસિંહ જાડેજાના ૮ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા છે. ગેમ ઝોનની જમીન કિરીટસિંહ અને તેના ભાઇ અશોકસિંહની છે.

(3:52 PM IST)