News of Wednesday, 29th May 2024
શનિવારે એસ.પી. બાલાસુબ્રમણ્યમના સુમધુર ગીતો ગુંજશે
ડો.અતુલ જોશી અને જૈન અગ્રણી સી.એમ. શેઠનું વિશેષ સન્માન : ૪ જુને તેમના જન્મદિવસ નિમિતે કરાઓકે ટ્રેક ઉપર ગીતોનો નિઃશુલ્ક કાર્યક્રમઃ ગાયકો સંજય પંડયા, રાજેશ પંડયા, સુનિલ શાહ, પુનમ ગજેરા અને ડો.પ્રિતી ભટ્ટ

રાજકોટઃ સુર સપ્તક ગ્રુપ રાજકોટ દ્વારા આપણા લોક લાડીલા સાઉથ ના અદભુત પાર્શ્વગાયક શ્રી એસ.પી.બાલાસુબ્રમણ્યમ સાહેબ ને તેમના તા-૦૪-૦૬ના નીં જન્મ દીવસ એ શ્રધ્ધાંજલી અપતો કરાઓક ઉપર તેમના સુમધૂર ગીતો નો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ,ટાગોર રોડ, ખાતે તા-૦૧-૦૬ રાતે ૯ થી૧ર ક્લાકે યોજવામા આવેલ છે.જેમા સુર સપ્તક ગ્રુપના ગાયક સંજયભાઈ પંડયા (વોયસ ઓફ એસ.પી) ના સ્વર થી શ્રી એસ.પી.બા લાસુબ્રમણ્યમ સાહેબ ના ગીતો થી શ્રધ્ધાંજલી અર્પશે.
એસ.પી.બાલાસુબ્રમણ્યમ નો જન્મ તા-૦૪-૦૬-૧૯૪૬ ના રોજ નેલ્લોર મુકામે થયો હતો. તેમનુ પુરુ નામ શ્રીપથી પંડીતારાધ્યુલા બાલાસુબ્રમણ્યમ હતુ. આપણે તેમને એસ.પી ના ટુકા નામ થી ઓળખીએ છીએ.આમ તો તેમને ધણા એવોર્ડ તેમની સંગીતમય યાત્રામાં મળેલ છે. જેમા ૨૦૦૧ મા તેઓ ને પદ્મશ્રી એવાર્ડથી સન્માનવા મા આવેલ અને છેલ્લે ૨૦૨૧ મા તેમને પદ્મવીભુષણ થી પણ સરકાર શ્રી દવારા નવાજવામા આવેલ હતા. તેમણે તેમના જીવન દરમીયાન પાર્શ્વગાયક તરીકે લગભગ ૫૦ હજાર કરતા પણ વધારે ગીતો ગાયા છે. જે એક એક રેકોર્ડ છે.
તેમણે એક દીવસ મા વધુમા વધુ ૨૭ ગીતો કન્નડા મા રેકોડીંગ કરવાનો પણ તેમનો અનોખો રેર્કોડ તેમના નામે છે. તેમણે તેલુગુ,તામીલ,કન્નાડા,મલાયાલમ અને હીન્દી સીનેમા મા પાશ્વગાયક તરીકે ગીતો ગાયા છે.
આવા લીજેન્ડરી ગાયક નો જન્મદીવસ તા-૦૪-૦૬-૨૦૨૪ ના રોજ હોય આવા ઉમદા આ અમર ગાયક ને યાદ કરી ને આપણુ રાજકોટ તેમને તેમના જન્મ દીવસે યાદ કરી ને ભાવભરી શ્રધ્ધાજલી સુર સપ્તક ગ્રૂપ દવારા આપવા જઈ રહયુ છે.
આ કાર્યક્મ મા સુર સપ્તક ગુપ ના સંજયભાઈ પડયા (વોયસ ઓફ એ.સ.પી. બાલાસુબ્રમણ્યમ સાહેબ ),રાજેશભાઈ પંડયા ( મુકેશજી),સુનીલભાઈ શાહ (હેમંતકુમાર), ડો.પ્રીતીબેન ભટ્ટ,પુનમબેન ગજેરા ના અવાજ ના સુમધુર ગીતો થી તેમજ એન્કર શ્રી ૬ દીપકભાઈ જોષી તથા ભાવનાબેન સોની પોતના મધુર અવાજ થી સ્વ.શ્રી એસ.પી. બાલા સુબ્રમણ્યમ સાહેબ ને શ્રધ્ધાંજલી અર્પશે.
આ કાર્યક્રમમાં ડો.અતુલભાઈ જોષી કે જેઓ એ છેલ્લા ધણા વર્ષોથી રાજકોટ મા મેડીક્લ ક્ષેત્રે કાર્યરત છે. તેમજ જે મને ગીનીશ બુક ઓફ વર્લ્ડ મા પણ સ્થાન મળેલ છે. અને તેથી પણ વધારે સંગીત ક્ષેત્રે પણ તેઓ ર્કાયરત છે. ખેડેલ છે. તેઓનું શાલ ઓઢાડી ને સન્માનવામાં આવશે. આ ઉપરાંત જૈન સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થા સાથે જોડાયેલા સી.એમ. શેઠનું પણ એની કામગીરીના ભાગરૂપ સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા માટે નિઃશુલ્ક છે, પરંતુ ફી પાસ સાથે રાખવો જરૂરી હોય ફ્રી પાસ મેળવવા માટે સુર સપ્તકના રાજેશભાઇ પંડયા ૯૪૨૮૨ ૫૬૪૩૩ તેમજ સુનીલભાઇ શાહ મો.૯૮૨૪૨ ૧૦૫૧૫ નો સંપર્ક કરવો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગાયકો સંજયભાઇ પંડયા, સુનિલભાઇ શાહ, રાજેશભાઇ પંડયા, પુનમબેન ગજેરા નજરે પડે છે.(તસ્વીરઃસંદીપ બગથરીયા)
(3:52 PM IST)










